માહિરા શર્મા-પારસ છાબડાએ શું સાચે જ કર્યા લગ્ન? આ છે વાયરલ તસવીરોનું સત્ય

News18 Gujarati
Updated: February 29, 2020, 10:30 AM IST
માહિરા શર્મા-પારસ છાબડાએ શું સાચે જ કર્યા લગ્ન? આ છે વાયરલ તસવીરોનું સત્ય
માહિરા અને પારસ

માહિરાએ પણ આ તસવીરો શેર કરતા કેપ્શન આપ્યું છે કે 'કંઇક નવું થવાનું છે.'

  • Share this:
બિગ બૉસ સીઝન 13 (Bigg Boss) જેમના રોમાન્સની અનેક ચર્ચાઓ થઇ હતી તેવા પારસ છાબરા (Paras Chhabra) અને માહિરા શર્મા (Mahira Sharma) લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં પારસ છાબડા ગ્રીન રંગના શૂટમાં છે તો માહિરા પણ સુંદર વેડિંગ ડ્રેસમાં નજરે પડી રહી છે. અને તસવીરોની પાછળ પણ સુંદર વેડિંગ વેન્યુ નજરે પડી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા. જે પછી પારસ અને માહિરાના ફેન્સ તેમ પણ માની લીધુ હતું કે આ કપલે ગુપચુપ લગ્ન કરી લીધા છે.

આમ પણ પારસ છાબડા હાલ સ્વયંવર આધારિત શો "મુજસે શાદી કરોગે" માં પોતાની દુલ્હનને શોધી રહ્યા છે. આ વચ્ચે તે છુપાઇને માહિરાને મળ્યા હોય તેવી વીડિયો પણ હાલમાં બહાર આવ્યો હતો. હજી આ વાત જ્યાં શમી પણ નહતી ત્યાં પારસ અને માહિરાના એકાઉન્ટથી આ તસવીરો વાયરલ થતા ફેન્સે તેમના લગ્નની વાત સમજી લીધી.


જો કે અમે તમને આ તસવીરો પાછળની સત્ય હકીકત જણાવી રહ્યા છીએ. પારસ અને માહિરાએ રીયલ લાઇફમાં લગ્ન નથી કર્યા. આ તો ખાલી રીલ લાઇફના લગ્ન છે. એટલ કે આ બંને જલ્દી જ એક મ્યૂઝિક વીડિયોમાં સાથે નજરે પડશે. જેની શૂટિંગ શરૂ થઇ ગઇ છે. અને આ વીડિયોના શૂટિંગ માટે જ માહિરાએ વાઇટ રંગનો સુંદર વેડિંગ ગાઉન પહેર્યો છે. અને પારસે પણ ડાર્ક ગ્રીન વેડિંગ સૂટ પહેર્યો છે. પારસ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર કેટલીક તસવીરો શેયર કરી છે. જેમાં કેપ્શનમાં કહ્યું છે કે 'કંઇ નવું' તો માહિરા પણ આ તસવીરો શેર કરતા કેપ્શન આપ્યું છે કે કંઇક નવું થવાનું છે. આ તસવીરો શેર કરતા પારસ અને માહિરા #Pahira નો ઉપયોગ પણ કર્યો છે.


જો કે ભલે આ રીલ મેરેજ હોય પણ પારસ અને માહિરાના ફએન્સ આ તસવીરો જોઇને ખૂબ જ ખુશ થયા છે. તમને જણાવી દઇએ કે બિગ બોસમાં માહિરા શર્મા સાથે સંબંધો વધતા પારસ છાબડાએ તેમની રિયલ લાઇફ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી વચ્ચે સંબંધો વણસ્યા હતા. શો પૂરો થતા પહેલા કંઇ તેવું થયું કે પારસે આકાંક્ષા સાથેના સંબંધો તોડી નાંખ્યા. આ પછી પારસ અને આકાંક્ષાનું બ્રેકઅપ થઇ ગયું છે. અને હવે તે અલગ થઇ ગયા છે.
First published: February 29, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading