Home /News /entertainment /બ્રેકઅપ બાદ કૃષ્ણાએ આ વ્યક્તિને કરી KISS,પૂર્વ BFએ કહ્યું- 'બહુ જલ્દી બદલાઇ ગઇ'

બ્રેકઅપ બાદ કૃષ્ણાએ આ વ્યક્તિને કરી KISS,પૂર્વ BFએ કહ્યું- 'બહુ જલ્દી બદલાઇ ગઇ'

કૃષ્ણાની તસવીર પર પૂર્વ બોયફ્રેન્ડે કરી કમેન્ટ

તસવીર શેર કરતાં જ કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ લખ્યું છે કે, આ બેબીનો ટાઇમ છે. કૃષ્ણા શ્રોફની આ લેટેસ્ટ પોસ્ટ જોઇને એવન હાયમ્સ પોતાને રોકી ન શક્યો અને તેને તસવીર પર કમેન્ટ કરી, 'તુ ઘણી ઝડપથી મૂવ ઓન નથી કરી ગઇ.'

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં દિગ્ગજ એક્ટર જેકી શ્રોફ (Jackie Shorff)ની દીકરી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) ભલે મોટા પડદાથી દૂર હોય પણ તેની ચર્ચાઓ વધુ હોય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોની સાથે સાથે તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનાં બોયફ્રેન્ડ બાસ્કેટબોલ પ્લેયર ઇબાન હાયમ્સ (Eban Hyams)ની સાથે બ્રેકઅપ થયુ છે. કૃષ્ણા અને ઇબાન એકબીજાથી અલગ થઇ ગયા છે. જોકે, બનેનાં બ્રેકઅપનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. પણ આ વચ્ચે કૃષ્ણાએ હાલમાં જે પોસ્ટ શેર કરી છે તે ખુબજ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં એક વ્યક્તિને તે કિસ કરતી નજર આવે છે. કૃષ્ણાની આ પોસ્ટ પર તેનાં એક્સ બોયફ્રેન્ડે કમેન્ટ કરી છે.

ઇબાન સાથે બ્રેકઅપ બાદ કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઇ છે. આ તસવીરમાં કૃષ્ણા એક યુવક સાથે નજર આવે છે. આ તસવીર શેર કરતાં કૃષ્ણાએ લખ્યું છે, આ બેબીનો ટાઇમ છે. કૃષ્ણા શ્રોફની આ લેટેસ્ટ પોસ્ટ જોઇ ઇબાન હાયમ્સ પોતાની જતને રોકી શક્યો નથી. તેણે તસવીર પર કમેન્ટ કરી છે કે, 'તુ ઘણી જલ્દી મૂવ ઓન નથી કરી ગઇ.'




કૃષ્ણાએ જે વ્યક્તિની સાથે તસવીર શેર કરી છે જેનું નામ Nusret Gokce છે. તસવીરમાં કૃષ્ણા તેનાં ગાલ પર કિસ કરતી નજર આવે છે. તે સેલ્ફી લેતી નજરઆ વી રહી છે. Nusret એક તુર્કિશ શેફ છે. અને તેની રેસ્ટોરન્ટ છે.

આ પહેલાં Nusretએ કૃષ્ણાનાં ભાઇ ટાઇગર શ્રોફની સાથે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો હતો. આ તસવીર શેર કરતાં તેણે 'ભાઇ' લખ્યું હતું.

આપને જણાવી દઇએ કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં જ કૃષ્ણા અને ઇબાન એકબીજાથી અલગ થયા છે. જોકે, હજુ સુધી તેમનાં બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી. કૃષ્ણાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઇબાનની તમામ તસવીરો હટાવી દીધી છે. આ સાથે જ તેણે તેનાં ફેન્સને અપીલ કરી હતી કે, કોઇપણ તેને ઇબાનની સાથે તસવીરોમાં ટેગ ન કરે.
First published:

Tags: Ex Boyfriend, Jackie shroff, Kiss, Krishna Shroff, Tiger Shroff