લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે કૃષ્ણાએ કર્યું તેવું વર્કઆઉટ કે ટાઇગરે આપ્યું Sickનું રિએક્શન

News18 Gujarati
Updated: March 27, 2020, 10:34 AM IST
લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે કૃષ્ણાએ કર્યું તેવું વર્કઆઉટ કે ટાઇગરે આપ્યું Sickનું રિએક્શન
ટાઇગર શ્રોફ અને બહેન કૃષ્ણા

કૃષ્ણા શ્રોફ હાલ તેના બોયફ્રેન્ડ સાથે મળી એકાંતની પળો માણી રહી છે.

  • Share this:
જેકી શ્રોફ (Jackie Shroff)ની પુત્રી અને ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હંમેશા કંઇ અલગ જ કારણો સાથે સમાચારોમાં છવાયેલી રહે છે. હાલ તે પોતાના બોયફ્રેન્ડ અને તેમના ઓનગોઇંગ રોમાન્સના કારણે ચર્ચામાં છે. ટૂંક સમય પહેલા બંનેના કિસિંગ અને બિકની લૂક વાયરલ થયા હતા. વળી તે પોતાની બિદાંસ લાઇફને લઇને જાણીતી છે. વેકેશન હોય કે રોમાન્ટિક ડેટ કૃષ્ણા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બધુ જાણકારીઓ આપતી રહે છે. હાલ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. ત્યારે તે પોતાના બોયફ્રેન્ડ એબન હામ્સ (Eban Hyams) સાથે ઘરમાં પ્રાઇવેટ સમય પસાર કરી રહી છે. અને ખાલી સમયમાં બંને મળીને જોરદાર વર્કઆઉટ (Workout) કરતા નજરે પડે છે.


લોકડાઉન સમયે આ લોકો પણ નવા નવા કારનામા કરે ટાઇમપાસ કરી રહ્યા છે. હાલમાં જ કૃષ્ણા શ્રોફ અને તેના બોયફેન્ડ પોતાના આવાજ વર્કઆઉટનો વીડિયો શૂટ કર્યો છે. સાથે જ કૃષ્ણાએ પોતાના સ્લીમ બિકની લૂકનો પણ એક વીડિયો શેર કર્યો છે. આ જોઇને હવે ભાઇ ટાઇગર શ્રોફે રિએક્શન આપ્યું છે.

ટાઇગરનું રિએક્શન


ઉલ્લેખનીય છે કે કૃષ્ણા અને તેનો બોયફ્રેન્ડ ફિટનેસ ફ્રિક છે. આ વીડિયો પણ એબન કૃષ્ણાને પોતાના પગ પર ઊંચકી રહ્યો છે. અને તે લોકો બે હાથ પકડીને બેલેન્સ કરી રહ્યા છે. જો કે કૃષ્ણાની આ પોસ્ટ પર ભાઇ ટાઇગરનું રિએક્શન આવ્યું છે. જેમાં તે સિકનું ઇમોજી મૂકીને આ વીડિયો પર રિએક્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કૃષ્ણા અને એબન મુંબઇના એક રેસ્ટોરંટમાં મળ્યા હતા. અને ત્યારથી જ તે એકબીજાને ડેટ કરી રહ્યા છે.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर