કરિશ્મા કપૂરની પુત્રી સમાયરાની ફિલ્મમાં એન્ટ્રી, ચંકી પાંડેની ફિલ્મમાં કર્યું ડેબ્યૂ

કરિશ્મા કપૂરની પુત્રી સમાયરાની ફિલ્મમાં એન્ટ્રી, ચંકી પાંડેની ફિલ્મમાં કર્યું ડેબ્યૂ
કરીશ્માની પુત્રી સમાયરા

 • Share this:
  બોલીવૂડમાં હાલ સ્ટાર કિડ્સના ડેબ્યૂના જમાનો છે. જ્યાં એક સમયના પોલ્યુલર બોલિવૂડ સ્ટારના એક્ટર એક્ટ્રેસ પોતાના પુત્ર અને પુત્રીને ફિલ્મોમાં ડેબ્યૂ કરાવી રહ્યા છે. અને હવે આ લિસ્ટમાં કરિશ્મા કપૂરની પુત્રીનું પણ નામ સામેલ થઇ ગયું છે. ચંકી પાંડે અને કરિશ્મા કપૂરની પુત્રીએ મળીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેને ચંકી પાંડે પોતે પ્રોડ્યૂસ કરી છે. શોર્ટ ફિલ્મનું નામ છે દોડ. જેમાં 15 વર્ષની સમાયરા કપૂર (Samiera Kapoor) એક્ટિંગ ડેબ્યૂ પણ કર્યું છે. સમાયરા કરિશ્માની પુત્રી છે. અને આ ફિલ્મનું ડાયરેક્શન ચંકીની પુત્રી રીસા પાંડે કર્યું છે. કરિશ્માની પુત્રી સમાયરાની સાથે સંજય કપૂરની નાના પુત્ર જહાન કપૂરે પણ એક્ટિંગ ડેબ્યૂ આપ્યું છે.

  લગભગ સાડા સાત મિનિટની આ શોર્ટ ફિલ્મમાં મુંબઇના એક ગરીબ ઘરની પુત્રી મીરાએ મુખ્ય ભૂમિકા છે. મીરા મુંબઇમાં પેન્સિલ વેંચી કમાણી કરે છે. અચાનક મોટા ઘરના બાળકોને સ્ટેડિયમમાં દોડતા જોઇને તેને પણ ભાગવાનું મન થાય છે. અને મોટા ઘરના ત્રણ બાળકોમાં સમાયરા કપૂર, જહાન કપૂર અને ધાનિતિ પારેખ પાત્ર નિભાવ્યા છે.  સ્ટેડિયમમાં ભાગતી આ છોકરીને જોઇને આ ત્રણેય બાળકો તેને મદદ કરે છે. અને તેના સપનાને પૂરા કરવામાં મદદ કરે છે. પાછળથી મીરાની મા જેને લાગતું હોય છે કે ગરીબીમાં દોડીને તેની પુત્રીનું ભવિષ્ય બગડશે તે પણ પાછળથી પોતાની દીકરીને દોડવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આમ આ ફિલ્મનો અંત થાય છે.

  આ ચંકી પાડેની નાની પુત્રી રીસાનું પણ ડાયરેક્શન ડેબ્યૂ છે. બીજી તરફ તેની મોટી પુત્રી અનન્યા પાંડે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે પોતાના પગ જમાવી ચૂકી છે. ત્યારે લાગે છે કે નાની પુત્રી પણ બોલિવૂડમાં ટૂંક સમયમાં જોવા મળશે. ત્યારે જુઓ કરિશ્માની પુત્રીના એક્ટિંગ ડેબ્યૂવાળી શોર્ટ ફિલ્મ અહીં.


  ઉલ્લેખનીય છે કે સમાયરા આ પહેલા પણ પોતાની ફિલ્મ ડેબ્યૂ આપી ચૂકી છે. વર્ષ 2015માં તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેણે હેપ્પી નામની એક શોર્ટ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. અને આ ફિલ્મને ઇન્ટરનેશલ ચિલ્ડ્રન ડે પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી. તેને લિટિલ ડાયરેક્ટર્સની કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ હાલ કરીશ્મા પણ વેબસીરીઝ મેન્ટલહૂડ દ્વારા એક્ટિંગમાં પાછી ફરી છે.
  Published by:News18 Gujarati
  First published:March 17, 2020, 09:54 am

  ટૉપ ન્યૂઝ