Home /News /entertainment /અંગ્રેજીની મજાક ઉડાવનારા લોકોને કપિલ શર્માનો જવાબ - VIDEO જોઈને હસવું નહીં રોકાઈ

અંગ્રેજીની મજાક ઉડાવનારા લોકોને કપિલ શર્માનો જવાબ - VIDEO જોઈને હસવું નહીં રોકાઈ

અંગ્રેજીની મજાક ઉડાવનારા લોકોને કપિલ શર્માનો જવાબ

કપિલ શર્માએ (Kapil Sharma) ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અંગ્રેજીમાં 'બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' (Busan International film festival) વિશે જણાવી રહ્યા છે, જ્યાં તેની આગામી ફિલ્મ 'Zwigato'નું એશિયા પ્રીમિયર હતું. કપિલે એવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમને લાગે છે કે કપિલ શર્માને અંગ્રેજી બોલાતા આવડતું નથી.

વધુ જુઓ ...
Kapil Sharma Video: કપિલ શર્મા (Kapil Sharma) હાલના દિવસોમાં તેની ફિલ્મ ‘Zwigato’ને કારણે ચર્ચામાં છે, જેમાં તેણે ડિલિવરી મેનની ભૂમિકા ભજવી છે. દક્ષિણ કોરિયામાં 27માં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં (Busan International film festival) ફિલ્મનું એશિયા પ્રીમિયર યોજાયું હતું. તેણે હવે બુસાનથી પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની ફિલ્મની ડિરેક્ટર નંદિતા દાસ અને પત્ની ગિન્ની ચતરથ સાથે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Kapil Sharma Fees: કપિલ શર્મા લે છે અધધધ ફી, એક એપિસોડની ફીમાં તો લક્ઝુરિયસ ફ્લેટ આવી જાય!








View this post on Instagram






A post shared by Kapil Sharma (@kapilsharma)






વીડિયોમાં કપિલ અંગ્રેજીમાં બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વિશે કહી રહ્યો છે અને પછી કંઈક એવું બોલે છે જેને જોઈને ત્યાં હાજર દરેક લોકો હસી પડે છે. તેઓએ એવા લોકોને જવાબ આપ્યો છે, જેમને લાગે છે કે તેઓ અંગ્રેજી બોલી શકતા નથી. કપિલે વિડિયો દ્વારા દક્ષિણ કોરિયામાં અદ્ભુત પળોની ઝલક પણ બતાવી હતી. નંદિતા દાસની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળે છે. તે કહી રહી છે કે, અહીં કપિલ શર્માને કોઈ ઓળખતું નથી.

વિડિયો થયો વાયરલ :

કોમેડિયને લગભગ એક કલાક પહેલા વીડિયો શેર કર્યો છે, જેના પર 51 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. કપિલના ફેન્સ કોમેન્ટ કરીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. કપિલે હાલમાં જ પોતાની ફિલ્મ વિશે ખુલીને વાત કરી હતી. તેણે 'Rediff.com'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મેં મારી પત્નીને કહ્યું - જો આ ફિલ્મ નહીં ચાલે તો હું કંઈ ગુમાવીશ નહીં, પરંતુ જો તે સફળ થશે અને હિટ થશે તો મને તેમાંથી ઘણું બધું મળશે. લોકો કહેશે કે, કપિલે શાનદાર કામ કર્યું છે. તે મહત્વનું છે કે વધુને વધુ લોકો ફિલ્મ જુએ.


કપિલ શર્મા પોતાની 'દુકાન' ચલાવવા માંગે છે:

અભિનેતાએ આગળ કહ્યું કે, 'કોમેડી શો મારા બ્રેડ એન્ડ બટર છે, પરંતુ તેના કારણે મને કંઈક બીજું શોધવાની પ્રેરણા મળી છે. વિચાર્યું કે રસોડું સલામત છે. કોઈએ પૂછ્યું શું તમે ડરતા નથી? મેં કહ્યું મારે શા માટે ડરવું જોઈએ? એ દુકાન પોતાની મેળે જ ચાલે છે. હું તેને હવે જોડી રહ્યો છું.
First published:

Tags: Kapil Sharma, Promotion, The kapil sharma show

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો