કમલ હસને 16 વર્ષીય એક્ટ્રેસને કરી બળજબરીથી Kiss, ડાયરેક્ટરે કહ્યું-'તેમાં અશ્લીલ કંઇ નથી!'

News18 Gujarati
Updated: February 26, 2020, 10:06 AM IST
કમલ હસને 16 વર્ષીય એક્ટ્રેસને કરી બળજબરીથી Kiss, ડાયરેક્ટરે કહ્યું-'તેમાં અશ્લીલ કંઇ નથી!'
કમલ હસન

"નિર્દેશક બાલાચંદર અને કમલ હસને તેમનાથી કદી પણ માફી નહતી માંગી."

 • Share this:
સાઉનની વેટરન એક્ટ્રેસ રેખા (Rekha) એ ગત વર્ષે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે અનેક સનસનીખેજ ખુલાસા કર્યા હતા. આ ઇન્ટરવ્યૂમાં તેમણે 1986માં બાલચંદરની ફિલ્મ પુન્નાગૈ મન્નન વિષે વાત કરી હતી. તમિલ એક્ટ્રેસ રેખા અને કમલ હસને આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ વીડિયોમાં તેમણે કહ્યું કે તે અને કમલ હસન ફિલ્મનો એક સીન કરી રહ્યા હતા. અને જેની વચ્ચે અચાનક જ કમલ હસનને તેને કિસ કરી લીધી. તેણે આગળ કહ્યું કે કમલ હસન અને બાલચંદરે આ મામલે પહેલાથી યોજના બનાવીને રાખી હતી.

ફિલ્મના આ સીનમાં કમલ હસન અને રેખાના પાત્રો આત્મહત્યા કરવા જઇ રહ્યા હતા. આત્મહત્યાના આ સીનમાં કમલ હસને રેખાને કિસ કરી લીધી. જો કે રેખાને આ વિષે કોઇ જાણકારી નહતી. અને ના તો સ્કિપ્ટમાં આવો કોઇ સીન લખ્યો હતો. જો કે પાછળથી ફિલ્મના ડાયરેક્ટરે રેખાને જઇને કહ્યું કે તેમાં કંઇ અશ્લીલ નથી. અમે બંને પાત્રોની વચ્ચે ઇમોશન અને પ્રેમ બતાવવા માંગતા હતા. રેખા જ્યારે આ ફિલ્મ કરી રહી હતી ત્યારે તેની ઉંમર ખાલી 16 વર્ષની હતી. અને તે 10માં ધોરણની પરીક્ષા આપીને આવી હતી. તે આ ઘટનાથી ખૂબ જ ડરી ગઇ હતી. અને તેમના પિતા આ સીનને જોઇને ખૂબ જ નાખુશ થયા હતા. રેખાએ આગળ કહ્યું કે આ ઘટનાના કારણે તે કેટલાય દિવસ સુધી પરેશાન અને ભયભીત રહી હતી.તેમણે કહ્યું કે આ સીન પછી નિર્દેશક બાલાચંદર અને કમલ હસને તેમનાથી કદી પણ માફી નહતી માંગી. ભલે વીડિયોમાં રેખા ખૂબ જ શાંત નજર આવી રહી હોય પણ આ વીડિયો હાલ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં યુઝર્સ આ પર અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. લોકો તેને યૌન ઉત્પીડનનું બીજું રૂપ બતાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી લોકોની તીખી પ્રક્રિયા આ અંગે સામે આવી રહી છે. અને લોકોએ માંગણી કરી છે કે કમલ હસન રેખાની આ મામલે માફી માંગે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres