Home /News /entertainment /પિતાનાં નિધનનાં ચાર દિવસ બાદ HEENA KHANએ વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યું કે...
પિતાનાં નિધનનાં ચાર દિવસ બાદ HEENA KHANએ વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યું કે...
હિના ખાનનાં પિતાનું નિધન
હિના ખાન (Hina Khan)ની તેનાં પિતા અસલમ ખાન સાથે સારી બોન્ડિંગ હતી. હિનાએ તેનાં ફેન્સને આ અંગે માહિતી આપી છે કે, તે સોશિયલ મીડિયાથી થોડો સમય બ્રેક લઇ રહી છે. જોકે, આ મુશ્કેલ સમયમાં તે તેની ટીમ દ્વારા તેનાં વર્ક કમિટમેન્ટ્સ પૂર્ણ કરશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક દીકરી માટે તેનાં પિતા સુપર હિરો હોય છે. ટીવી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) પણ તેનાં પિતાની ખુબજ નજીક હતી. 20 એપ્રિલનાં હિના ખાનનાં પિતા અસલમ ખાન (Aslam Khan)નું નિધન થઇ ગયુ છે. અંતિમ સમયમાં હિના તેનાં પિતાની સાથે નથી. કહેવાય છે કે, તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest)ને કારણે થયું હતું. તેનાં પિતાનાં નિધનનાં ચાર દિવસ બાદ હિનાએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે, થોડા સમય માટે તે સોશિયલ મીડિયાથી બ્રેક લઇ રહી છે.
હિના ખાન (Hina Khan) અને તેનાં પરિવાર માટે આ સમય આઘાતથી ઓછો નથી. પિતાનાં નિધનનાં ચાર દિવસ બાદ તેણે પોસ્ટ તેનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, 'મારા પિતા 20 એપ્રિલ 2021નાં અમને છોડી જન્નત ચાલ્યા ગયા. હું આપ સૌની આભારી છુ, જે લોકોએ આ મુશ્કેલ સમયમાં મને ફોન કરી મારા અને પરિવારનાં હાલ-ચાલ પુછ્યાં. હું અને મારો પરિવાર, બંને જ પાપાનાં નિધનથી શોકમાં છીએ. મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ મારી ટીમ હેન્ડલ કરશે. આગળનાં પ્રોજેક્ટ અંગે તે જણાવશે. આપ તમામનો આભાર મને સપોર્ટ કરવા અને પ્રેમ આપવા માટે. હિના ખાન.'
હિના ખાને તેનાં ફેન્સને માહિતી આપી છે કે, તે સોશિયલ મીડિયાથી થોડો સમય માટે બ્રેક લઇ રહી છે. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ તે તેની ટીમ દ્વારા તેનાં વર્ક કમિટમેન્ટ પૂર્ણ કરશે.
હિના ખાનની તેનાં પિતા અસલમ ખાન સાથે સારી બોન્ડિંગ હતી. તે ઘણી વખત પરિવાર સાથે વેકેશન પર જતી હતી. જ્યાંથી તે ફેન્સની સાથે ફોટોઝ અને વીડિયો શેર કરતી હતી. હિના ગત દિવસોમાં કશ્મીરમાં શાહિર શેખની સાથે આવનારા પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હતી. તે દરમિયાન તેને આ દુખદ સમાચાર મળ્યાં હતાં.
પરિવારની સાથે માલદીવ્સ વેકેશન દરમિાયન તેણે તેનાં પિતાની સાથે ખુબજ મસ્તી કરી હતી. હિના ખાને ફાધર્સ ડે સમયે આ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે એક સુંદર કેપ્શન લખી હતી આ સાથે જ તેણે પોતાને 'પાપા કી પરી' ગણાવી હતી.
એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, કઇ રીતે તે તેનાં માતા-પિતાને વગર કહે દિલ્હીની કોલેજથી એક્ટ્રેસ બનવા માટે મુંબઇ આવી ગઇ હતી. જ્યારે તેનાં પેરેન્ટ્સે આ અંગે જણાવ્યું તો, ઘણાં સંબંધીઓ તેની સાથે સંબંધ તોડી નાખવા કહ્યું, પણ તેનાં પિતાએ એક્ટ્રેસનો સંપૂર્ણ સાથ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર