નટુ કાકાને ગડા ઇલેક્ટ્રોનિક્સે અનોખા અંદાજમાં કર્યા યાદ, VIDEO જોઇ આંખો થઇ જશે ભીની

(નટુ કાકાને કર્યા યાદ Instagram/shekhargadiyar/ghanshyamnayak_official)

ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટુકાકા (Nattu Kaka)નો રોલ અદા કરી પ્રખ્યાત થયેલાં ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak)નાં થોડા દિવસ પહેલાં જ નિધન થઇ ગયુ હતું. હવે તેને ગડા ઇલેક્ટ્રોનિક્સ (Gada Electronics)નાં માલિકે ખાસ રીતે તેને શ્રદ્ધાંજલિ આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી અને ફિલ્મની દુનિયામાં નટુ કાકા (Nattu Kaka) ઉર્ફે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નું નામ ખુબજ અદબથી લે છે. તે આજે ભલે આ દુનિયામાં નથી પણ તેનાં કિરદાર દ્વારા હમેશાં ફેન્સનાં દિલમાં જીવીત રહેશે. નટુકાકા 3 ઓક્ટોબરનાં કેન્સરની બીમારી બાદ આ દુનિયાને છોડી ગયાં. તે ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટુ કાકાનો રોલ અદા કરી ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયા હતાં.

  આ પણ વાંચો-15 ઓક્ટોબર 2021નાં રિલીઝ થઈ રહી છે જબરદસ્ત વેબ સિરીઝ અને ફિલ્મો, જોઈ લો LIST

  આ ટીવી શોમાં ઘનશ્યામ નાયકને જેઠાલાલનાં ગડા ઇલેક્ટ્રોનિક્સનાં મેનેજર તરીકે દર્શાવવામાં આવ્યાં હતાં. રસપ્રદ વાત એ છે કે, અસલ જીવનમાં પણ એક ગડા ઇલેટ્રોનિક્સ છે, જેની દુકાન મુંબઇનાં ખારમાં આવેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુકાનનાં માલિક શેખર ગડિયાર છે. પહેલાં આ દુકાનનું નામ અલગ હતું જેને તેમણે શોની શૂટિંગ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની શૂટિંગ બાદ બદલીને ગડા ઇલેક્ટ્રોનિક્સ કરી દીધુ હતું.
  આ દુકાનથી નટુ કાકાની કેટલીક યાદો જોડાઇ છે. તે અહીં બાઘાની સાથે મળીને લોકોને ખુબજ હસાવતા હતાં. હવે દુકાનને શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પણ નટુકાકા તેમાં ક્યારે કહેતા નજર નહીં આવે કે 'મારો પગાર ક્યારે વધારશો..' આ દુકાનનાં અસલી માલિકે નટુકાકાનાં નિધન બાદ તેને શ્રદ્ધાંજલિ આપી છે. ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા જે સીટ પર બેસતા હતાં. તેનાં પર તેની એક તસવીર મુકી તેમને શ્રદ્ધા સૂમન આપ્યું હતું.

  આ પણ વાંચો-Amitabh Bachchan Birthday Spl: 3322 કરોડનાં માલિક છે અમિતાભ બચ્ચન, વર્ષે રૂ. 350 કરોડની કરે છે કમાણી

  દુકાનનાં માલિકે તેનો વીડિયો શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે, 'ઘનશ્યામ કાકા આપને પ્રેમ, આપને મીસ કરીએ છીએ નટુ કાકા'. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો લાઇક કરી રહ્યાં છે. નટુકાકા દુકાનનાં માલિક શેખર ગડિયારની સાથે ઘણી વખત નજર આવતાં. શેખર તેમનાં સાથે જોડાયેલાં ગણાં કિસ્સા લોકો સાથે શેર કરે છે.
  Published by:Margi Pandya
  First published: