Home /News /entertainment /

Dhinchak Pooja ના નવા ગીતની ઉડી મજાક, વાયરલ થયા Memes

Dhinchak Pooja ના નવા ગીતની ઉડી મજાક, વાયરલ થયા Memes

Dhinchak Pooja

    ઢિંચાક પૂજાના નવા ગીતને શેર કરીને ફરી એક નવી સિદ્ધિ મેળવી લીધી છે. "નાચ કે પાગલ" આ ગીતના શબ્દો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. સોશિયલ મીડિયા પર હાલ આ ગીત ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. અને સાથે જ લોકો રસપ્રદ મીમ્સ બનાવી ઢિંચાક પૂજાની મજાક ઉડાવી રહ્યા છે.

    આ ગીત જ્યારથી યુટ્યૂબ પર રિલિઝ થયું છે ત્યારથી #dhinchakpooja હેશટેગ ટ્વિટર પર છવાયું છે. જો કે આ ગીતને કોઇએ સાંભળ્યું છે આખું કે નહીં તે ખબર નથી. પણ આ ગીતના લીધે કરીને સોશિયલ મીડિયા પર કેટલાક રસપ્રદ મેમ્સ જરૂરથી વાંચવા મળ્યા છે.



    ઉલ્લેખનીય છે કે ઢિંચાક પૂજાના ગીત પર મેમ્સ બનવા કોઇ નવી વાત નથી. શરૂઆતથી પૂજા તેના અજીબો ગરીબ ગીતોના કારણે લોકોની વચ્ચે પોપ્યૂલર છે. તેનું પહેલું ગીત 'સેલ્ફી મેને લેલી આજ' સુપર હિટ રહ્યું હતું. અને લોકો ઇન્ટરનેટ પર ઢિંચાક પૂજા કોણ છે તે સર્ચ કરવા લાગ્યા હતા.



    હવે લેટેસ્ટ ગીતને પણ 2,425,305 વ્યૂ યૂટ્યૂબ પર આજ દિવસ સુધી મળી ચૂક્યા છે. અને ખબર છપાઇ છે ત્યાં સુધી તે યૂટ્યૂબની ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ તે ચોથા ક્રમે છે. જો કે ફરી એક વાર અટપટા ગીતના કારણે આવનારા સમયમાં તે નંબર 1 ટ્રેનિંગવાળું ગીત પણ બની જાય તો નવાઇ નહીં.

    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Dhinchak-pooja, Funny memes, ઢિંચાક પૂજા, વાયરલ વીડિયો, સોશિયલ મિડીયા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन