સિદ્ઘાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ફેન્સ જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે. છેવટે સિદનાઝનું પહેલું ગીત રીલિઝ થયું છે. આ ગીતના શબ્દો છે ભૂલા દૂંગા(Bhula Dunga) જેને ગુજરાતી ગાયક દર્શન રાવલે ગાયું છે. બિગ બોસની મોસ્ટ રોમાન્ટિક અને સિઝનિંગ કેમેસ્ટ્રી ધરાવતી જોડી એટલે કે સિદ્ધાર્થ અને શેહનાઝ આમાં રોમાન્સ કરતી નજરે પડે છે. જાણીતા કોરિયોગ્રાફર પુનિત જે પાઠકે આ ગીતને ડાયરેક્ટ કર્યું છે. અને કૌશલ જોશીએ તેને પ્રોડ્યૂસ કર્યું છે.
આ ગીતમાં પ્રેમ અને ઇમોશન ભરી ભરીને મૂકવામાં આવ્યા છે. 3 મિનિટ અને 24 સેકન્ડના આ વીડિયોમાં શહેનાઝ અને સિદ્ધાર્થ વચ્ચે ભરપૂર પ્રેમ અને રોમાન્ટિક મુવમેન્ટ જોવા મળે છે. જો કે ગીતમાં થોડા સમય પછી તેમની વચ્ચે દૂરી આવી જાય છે. અને સિદ્ધાર્થ શહેનાઝ સાથે વીતાવેલા પળ યાદ કરીને ભાવુક થઇ જાય છે. અને છેવટે શહેનાજ સિદ્ધાર્થ પાસે પાછી આવી જાય છે. પણ ત્યાં સુધી સિદ્ઘાર્થ આ સંબંધથી અલગ થવાનો નિર્મણ લે છે. અને આમ તે બંને હંમેશા માટે અલગ થઇ જાય છે.
જો કે શહેનાઝ અને સિદ્ઘાર્થના રોમાન્સને જોઇને તમને બિગ બોસના તેમના તે ખાસ પળો ચોક્કસથી પાછા યાદ આવી જશે. અને કદાચ આ જ કારણ છે કે સિદનાઝના ફેન્સ આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોના રીલિઝને લઇને ભલે થોડા કલાકો જ થયા હોય પણ તેને 4 લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં જોઇ ચૂક્યા છે. દર્શન રાવલ ગીતને પણ લોકો ખૂબ વખાણી રહ્યા છે. દર્શનના આ પહેલાના ગીતો પણ હિટ સાબિત થયા છે. આ ગીતની રીલિઝ પછી #BhulaDungaFtSidNaaz, #BhulaDunga અને #Sidnaaz જેવા ટ્રેન્ડ્સ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોને આમાં સિદ્ધાર્થ અને શહેનાઝનો લૂક પણ ખૂબ જ ગમી રહ્યો છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર