ફાલ્ગુની પાઠકે પડોશીઓ માટે બાલ્કનીમાં ઊભા રહી ગાયું આ મધુરું ગીત, Video Viral

News18 Gujarati
Updated: May 12, 2020, 12:14 PM IST
ફાલ્ગુની પાઠકે પડોશીઓ માટે બાલ્કનીમાં ઊભા રહી ગાયું આ મધુરું ગીત, Video Viral
ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)એ લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે. ભારતમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. આવી મુશ્કેલ ઘડીમાં લોકો એક-બીજાને ઘરમાં રહીને પોઝિટિવ રહેવાની સલાહ આપી રહ્યા છે. લોકો ઘરોમાં ટીવી, ફિલ્મ અને ગીતો સાંભળીને પોતાનું મનોરંજન કરી રહ્યા છે. સિંગર ફાલ્ગુની પાઠક (Falguni Pathak)ના ગીતોને તો તમે સાંભળ્યા હશે, હાલમાં જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો (Viral Video)માં તેઓ પોતાના પડોશીઓને Entertain કરતાં જોવા મળી રહ્યા છે.

એક ટ્વિટર યૂઝરે ક્લિપ શૅર કરતાં લખ્યું કે, ફાલ્ગુની પાઠક લૉકડાઉન દરમિયાન મધુર ગીતોની સાથે પડોશીઓનું મનોરંજન કરતાં.

આ પણ વાંચો, પૂનમ પાંડેની મુંબઈ પોલીસે કરી ધરપકડ, બોયફ્રેન્ડ સાથે લૉકડાઉનમાં ફરવું પડ્યું મોંઘું, કાર પણ જપ્ત

નવરાત્રી ક્વીનના નામથી જાણીતી સિંગર ફાલ્ગુની પાઠકના ગીતો પર તમે ગરબા ખૂબ રમ્યા હશો. લૉકડાઉન દરમિયાન તેઓ પણ પોતાના ઘરમાં કેદ છે. હાલમાં જ તેમનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફાલ્ગુની વર્ષ 1971માં રીલિઝ થયેલી ફિલ્મ ‘આનંદ’નું ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાએ’ ગીત ગાતાં જોવા મળી રહ્યા છે. 1.30 મિનિટથી વધુની આ ક્લિપને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, ‘મેંને પાયલ હૈ છનકાઇ, અબ તો આજા તૂ હરજાઈ...’ 90ના દશકમાં પોતાના આલ્બમ સોંગથી ધૂમ મચાવનારી ફાલ્ગુની પાઠકે આલ્બમ ગીતોનો પોપ્યૂલર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. 90નો દશક મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં એક એવો ગોલ્ડન પીરિયડ માનવામાં આવે છે જ્યારે આલ્બમ ગીતોએ યુવાઓમાં ધૂમ મચાવી દીધી હતી.

આ પણ વાંચો, અનુષ્કાની વિરાટને કિસ કરતી તસવીર વાયરલ, સ્વિત્ઝરલેન્ડમાં આવી રીતે માણ્યું વેકેશન
First published: May 12, 2020, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading