નાના પડદાથી લઇને મોટા પડદા સુધી પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી અંકિતા લોખંડે (Ankita Lokhande)એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. અને તે પોતાના એકાઉન્ટ પર પોતાની નવી લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેવામાં અંકિતાએ મંગળવારે એક વીડિયો શેર કર્યો, જેને લઇને નેટિજંસે તેને ટ્રોલ કરી હતી. અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ ઝડપથી ટ્રોલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર દિગંવત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ફેન્સ અને તેમના પરિવારના લોકો સતત સુશાંતને ન્યાય આપવા માટે લડાઇ લડી રહ્યા છે. તેવામાં તેમને અંકિતાનો આ વીડિયો સુશાંતના ફેન્સને બિલકુલ પસંદ ના આવ્યો. અને લોકોએ અંકિતાનો ક્લાસ લીધો. આ વીડિયોમાં અંકિતા બોલિવૂડના એક ગીત હવા કે ઝોંકે આજ મૌસમ સે રૂઠ ગયે પર સરસ ડાન્સ કરતી નજરે પડે છે. તેણે સાડી પહેરી છે અને તે ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને શેર કરતા અંકિતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સાડી, ડાન્સ અને એક સારું સંગીત...શું કોમ્બિનેશન છે. જુઓ અંકિતાનો આ વીડિયો અહીં.
આ પછી લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે અંકિતા અને સુશાંત એકબીજાથી સાત વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. તેવામાં અંકિતાની આ પોસ્ટ સુશાંતના કેટલાક ફેન્સને બિલકુલ પસંદ ના આવી. એક યુઝરે તો એ પણ લખ્યું કે આટલી જલ્દી કોઇ પોતાના 7 વર્ષના પ્રેમને કેવી રીતે ભૂલાવી દે. તારા કરતા તો એસએસઆરના ફેન્સ સારા. જે તેમને ભૂલાવી નથી રહ્યા અને તેને ન્યાય અપાવીને રહેશે.
વધુ વાંચો :
Nehu Da Vyah: લગ્નના સમણાં સજાવતી નેહા કક્કડનો નવો વીડિયો, રીલીઝ સાથે જ રહ્યો હીટ
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ હાલ પણ તપાસ કરી રહી છે. સુશાંતને ન્યાય અપાવવા માટે અંકિતા લોખંડે પહેલા પણ અનેક વાર ટ્વિટ અને પોસ્ટ શેર કરી છે. અને ખૂલીને આ મામલે વાત કરી છે. વધુમાં સુશાંતનો પરિવાર પણ અંકિતાની સુશાંત માટે ન્યાયની માંગ કરવાને હંમેશા સરાહતો આવ્યો છે.
જો કે ત્યારે સુશાંતના ફેન્સે અંકિતાને સપોર્ટ પણ કરી હતી પણ અત્યારે આ વીડિયોથી અંકિતાએ સુશાંત ફેન્સને નારાજ કર્યા છે.
Published by:Chaitali Shukla
First published:October 21, 2020, 14:11 pm