વાયરલ વીડિયોમાં ડોક્ટર્સ રાધે (Radhe: Your Most Wanted Bhai) ફિલ્મનાં ગીત સીટી માર (Seeti Maar) પર ડાન્સ કરતાં નજર આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયોમાં દિશા પટની ફેન ક્લબે શેર કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આ દિવસોમાં દેશમાં કોરોના વાયરસ (CoronaVirus)ને કારણે કોહરામ મચી ગયો છે દરેક જગ્યાએથી ચોકાવનારી તસવીરો સામે આવી રહી છે. ક્યાંક હોસ્પિટમાં બેડની કમી તો ક્યાંક ઓક્સીજનની કમી. એવામાં સૌથી વધુ પ્રેશર હાલમાં સ્વાસ્થ્ય કર્મીઓ પર છે. સ્વાસ્થ્ય સેવા આપી રહેલાં ડોક્ટર્સ અને નર્સ અને સ્વાસ્થ્ય વિભાગનાં કર્મીઓ પૂર્તી ક્ષમતાની સાથે સેવાઓ કરી રહ્યાં છે. આ વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જે દિલ જીતી લે તેવો છે. આ વીડિયો ડોક્ટર્સનો છે. જેમાં તે સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ રાધે (Radhe)નાં ગીત સીટી માર (Seeti Maar) પર ડાન્સ કરતો નજર આવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં આ ગીતને દિશા પટની ફેન ક્લબે શેર કર્યું છે. જેમાં ડોક્ટર્સ સુંદર ડાન્સ કરે છે. વીડિયોમાં ડોક્ટર્સની એક ટીમ હોસ્પિટલની લોબીમાં તેમજ અલગ અલગ જગ્યાઓ પર 'સીટી માર' ગીત પર ડાન્સ કરે છે. આ દરમિયાન તમામ ડોક્ટર્સ માસ્ક પહેરેલાં છે. અને સીટી મારની ધૂન પર ડાન્સ કરી રહ્યાં છે.
'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'ની એક્ટ્રેસ દિશા પટાનીએ પણ આ વીડિયો જોઇને પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શેર કર્યો છે જની સાથે જ તેણે ડોક્ટર્સનાં ઉત્સાહનાં વખાણ કર્યાં છે. અને તેમને રિયલ હિરો ગણાવ્યાં છે.
દિશાએ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે, 'અરે વાહ.. અમારા અસલી હીરો.' હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે વિપરિત પરિસ્થિતિઓમાં પણ તેઓ જોમ ભેર કામ કરી રહ્યાં છે અને પોતાને ખુશ પણ રાખી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર