Corona પર ઢિંચાક પૂજાનું ગીત સાંભળીને લોકોએ કહ્યું - 'હવે બસ કોરોના'

News18 Gujarati
Updated: March 21, 2020, 4:07 PM IST
Corona પર ઢિંચાક પૂજાનું ગીત સાંભળીને લોકોએ કહ્યું - 'હવે બસ કોરોના'
ઢિચાંક પૂજા

ઢિંચાક પૂજાના આ વીડિયો પછી લોકોએ ફની મેમ્સ બનાવીને કહી આ વાત.

  • Share this:
મુંબઇ: 'સેલ્ફી મેંને લે લી આજ' ગાઈને રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી ઢિંચાક પૂજા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેને કોરોના વાયરસ પર ગીત લાવ્યું છે. 18 માર્ચે રજૂ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 21 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. ઢિંચાક પૂજાએ આ ગીત કોરોના વાયરસ માટે ખાસ બનાવ્યું છે, જે સોશ્યલ મીડિયા પર રાતોરાત વાયરલ થઇ રહ્યું છે. આ નવા ગીતનું નામ છે 'હોગા ના કોરોના'

ઢિંચાક પૂજાના આ ગીતમાં, તેણે લોકોને કોરોના વાયરસથી બચવા અને આ વાયરસ અંગે જાગૃતતા ફેલાવવા સંદેશો આપ્યો છે. જે બાદ તેનું આ ગીત યુટ્યુબ પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજી તરફ આ ગીત વિશે લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂઆત થઈ છે. લોકો વિવિધ પ્રકારના મેમ્સ દ્વારા ફરી એકવાર તેમના ગીતો પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.





ઢિંચાક પૂજા અચાનક પોતાના ગીત 'સેલ્ફી મેંને લે લી આજ' થી ચર્ચામાં આવી હતી આ ગીત પછી, તેને ઘણા ગીતો લાવ્યા, અને તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઇ.








પૂજાની લોકપ્રિયતા જોઈને તેને બિગ-બોસમાં પણ બોલાવવામાં આવી. જો કે, તે આ શોમાં વધારે ટકી ન શકી. પરંતુ આ સમય દરમિયાન તેણે બિગ-બોસ પર એક-બે ગીતો બનાવીને ફેમ લઇ ગઇ હતી. જો કે એ વાત પણ ધ્યાન નોંધવા જેવી છે કે પૂજાના ગીતો લોકોને બિલકુલ ગમતા નથી પણ તેમ છતાં તે જ્યારે પણ યૂટ્યૂબ પર નવું ગીત લઇને આવે છે ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर