આ ફિલ્મે 2 વર્ષ પહેલા જ આપી હતી Coronavirusની વૉર્નિંગ? ક્લિપ જોઇને ચોંકી જશો

આ ફિલ્મે 2 વર્ષ પહેલા જ આપી હતી Coronavirusની વૉર્નિંગ? ક્લિપ જોઇને ચોંકી જશો
કોરોના વાયરસની ક્લિપ

 • Share this:
  ચીનથી આવેલા કોરોના વાયરસે થોડા જ મહિનામાં દુનિયાભરને લોકડાઉનમાં કેવી રીતે રહેવું તે શીખવી દીધું છે. આ વાયરસની ઝપેટમાં આવીને ટૂંક સમયમાં જ અનેક લોકોએ આ દુનિયાને હંમેશા માટે વિદાય આપી દીધી છે. તો બીજી તરફ તેના સંક્રમણના કિસ્સા પણ વધી રહ્યા છે. જાનલેવા કોરોના વાયરસની હજી સુધી કોઇ દવા નથી શોધાઇ. આ સ્થિતિમાં અનેક દેશો ખાલી લોકડાઉન અને એક બીજાથી દૂર રહીને આ બિમારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ક્લિપ ફરી રહી છે. જે જોઇને તમે પણ કહેશો કે શું કોરોના વાયરસની જાણકારી 2 વર્ષ પહેલા જ આ ફિલ્મે આપી દીધી હતી કે શું. આ એક કોરિયન સીરીયલ છે જે 2 વર્ષ પહેલા બની હોય તેમ જાણવા મળ્યું છે.

  હાલ ટ્વિટર આ કોરિયન સીરિઝની ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં કોરોના વાયરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિરીયલમાં પણ એક અચાનક જ ફેલાયેલા વાયરસ જેનું નામ પણ કોરોના વાયરસ જ છે તેના વિષે કહેવામાં આવ્યું છે. સાથે જ આ ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ ફ્લૂની જેમ શરૂ થાય છે અને તેનો કોઇ જ ઇલાજ નથી. વળી તેનાથી શ્વાસની તકલીફ થાય છે તેવું પણ આ ક્લિપમાં કહેવામાં આવ્યું છે. આ ક્લિપમાં કોરીયન ભાષાનો નથી સમજાતી પણ તેની નીચેના ટાઇટલ સમજીને ખબર પડે છે કે 2 વર્ષ પહેલા જ આ વાયરસ વિષે આ સીરિયલે જણાવ્યું હતું.
  આ કોરિયન સીરીઝનું નામ છે My Secret Terrius જે 2018માં રીલિઝ થઇ હતી. આ સીરિઝના 10માં એપિસોડમાં હિરોઇનને આ વાયરસ વાળી વાત ખબર પડે છે તેમ બતાવવામાં આવ્યું છે.  આ સીરીઝના એક સીનમાં આ વાયરસનો બાયોલોજીકલ હથિયારની જેમ ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. તે પણ જણાવવામાં આવ્યું હતું કે તેના ઇન્ક્યૂબેશનને 2 થી 14 દિવસ લાગે છે. જો કે હાલ આ સીરિઝ જોઇને લોકો હેરાન છે. ટ્વિટર પર આની ક્લિપ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. અને લોકો તેને 2 વર્ષ પહેલાની ભવિષ્યવાણી તરીકે જોઇ રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:March 27, 2020, 12:19 pm

  ટૉપ ન્યૂઝ