'બ્રહ્માસ્ત્ર'માં આલિયા રણબીરના જબરદસ્ત ડાન્સ મૂવ્સનો Video વાયરલ

News18 Gujarati
Updated: March 3, 2020, 2:59 PM IST
'બ્રહ્માસ્ત્ર'માં આલિયા રણબીરના જબરદસ્ત ડાન્સ મૂવ્સનો Video વાયરલ
જો કે રણબીર કપૂર કે આલિયા ભટ્ટ બે માંથી કોઇ પણના તરફથી આ વાતે કોઇ પ્રતિક્રિયા આવી છે. ના જ કોઇ પૃષ્ટી કરવામાં આવી છે.

આ વીડિયોમાં આલિયાના ડાન્સ મૂવ્સ નજરે પડે છે.

  • Share this:
બોલિવૂડ (Bollywood)ની બબલી ગર્લ આલિયા ભટ્ટ (Alia bhatt), રણબીર કપૂર (Ranbir Kapoor) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 4 ડિસેમ્બરે રીલિઝ થનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજરે પડશે. આ ફિલ્મની હાલ શૂટિંગ ચાલી રહી છે. અને તે વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શૂટિંગ સમયનો આ વીડિયો સોશિયલ મીડિયામાં લીક થઇ ગયો છે.

ઇન્સ્ટાગ્રામ પર 'ઇન્ડિયા ફોરમ્સ બોલિવૂડ' નામના એક એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. સાથે જ વીડિયોમાં આલિયાના ડાન્સ મૂવ્સ નજરે પડે છે. તો રણબીર અને આલિયાની કેમેસ્ટ્રી પણ નજરે પડે છે.


ઉલ્લેખનીય છે કે આ રણબીર અને આલિયાની પહેલી ફિલ્મ છે. અને આ કારણે જ તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ સોંગ સીકવન્સ છે જેમાં રણબીર અને આલિયા ડાન્સ કરતા નજરે પડે છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મહાનાયક અમિતાભ બચ્ચન પણ નજરે પડશે.


ફિલ્મમાં આ સિવાય મૌની રોય, નાગાર્જૂન, ડિંપલ કપાડિયા, પ્રતીક બબ્બર પણ નજરે પડશે. અભિનેત્રી મોની રોય બ્રહ્માસ્ત્રમાં વિલેનના રૂપમાં પહેલીવાર એન્ટ્રી કરશે. આ ફિલ્મ ત્રણ ભાગોમાં બનાવવામાં આવી રહી છે. અને આ ફિલ્મને કરણ જૌહર પ્રોડ્યૂસ કરશે.
First published: March 3, 2020, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading