'બિગ બૉસ તમે મારા પહેલા પતિ રહી ચૂક્યા છો, તમે તો મને ખુબ જ પ્રેમ કરતા હતા'

News18 Gujarati
Updated: November 10, 2019, 9:33 PM IST
'બિગ બૉસ તમે મારા પહેલા પતિ રહી ચૂક્યા છો, તમે તો મને ખુબ જ પ્રેમ કરતા હતા'
રાખી સાવંતની ફાઈલ તસવીર

શેફાલીએ ગુસ્સામાં શહનાઝની તુલના રાખી સાવંત (Rakhi Sawant) સાથે કરી દીધી હતી. ત્યાર બાદ રાખી ભડકી હતી અને એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાખી બીગ બૉસ અંગે મોટી વાત કહેતી દેખાય છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ટીવીનો પૉપ્યુલર શૉ બિગ બૉસ - 13 (Bigg Boss 13) તાજેતરમાં ચર્ચામાં છે. આ શૉ દરમિયાન પત્ની ટ્રાન્સપોર્ટ ટાસ્ક દરમિયાન શહનાઝ ગિલ (Shehnaz Gill) અને શેફાલી ઝરીવાલા (Shefali Zariwala) વચ્ચે તકરાર જોવા મળી. આ અંગે બંને વચ્ચે ઝઘડો પણ થયો.

જેમાં શેફાલીએ ગુસ્સામાં શહનાઝની તુલના રાખી સાવંત (Rakhi Sawant) સાથે કરી દીધી હતી. ત્યાર બાદ રાખી ભડકી હતી અને એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાખી બીગ બૉસ અંગે મોટી વાત કહેતી દેખાય છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ કિસાન ટ્રેક્ટરના માલિકની પત્નીએ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી

વીડિયોમાં રાખીએ કહે છે કે, ' મારા લગ્ન થયા પછી પણ લોકો મારી પાછળ પડ્યા છે. બિગ બૉસ તમે મારા પહેલા પતિ રહી ચૂક્યા છો. તમે તો મને ખુબ જ પ્રેમ કરતા હતા. બિગ બૉસ સિઝન 1માં આપણા બંનેના લગ્ન પણ થયા હતા. તમે એજ રાખીની શૉમાં ઇજ્જત લઇ રહ્યા છો. હવે મારે તમારી સાથે વાત કરવી છે.' આ ઉપરાંત રાખીએ પોતાના ચાહકોને આ શૉ જોવા માટે અપીલ કરી હતી.

 
View this post on Instagram
 

#bigboss13


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


આ પહેલા રાખીના અનેક વીડિયો (Video) સામે આવ્યા હતા. જેમાં રાખી કહે છે કે, 'તમે મને શું સમજો છો. હું શેફાલી ઝરીવાલા, શહનાઝ ગિલ અને હિમાંશી વિરુદ્ધ ફરિયાદ કરી છે. લંડન અમેરિકા, ચીન, ભૂટાન બધાના વડાપ્રધાન મને ઓળખે છે. મારું નામ આટલું ઊંચું છે કે બિગ બૉસમાં તમે લોકો મારું નામ ખરાબ કરો છો? તમને શરમ નથી આવતી? સલમાન ખાન તમે ક્યાં છો? સલમાન ખાન તો હંમેશા મારો પક્ષ લે છે'

આ પણ વાંચોઃ-હવે પેટ્રોલ સસ્તું થઈ શકે છે, સરકારે લીધો મોટો નિર્ણય

અન્ય એક વીડિયોમાં રાખી કહે છે કે,સલમાન (Salman khan) અંકલ...સલમાન જી તમે તો મારા ફ્રેન્ડ છો મને તમારાથી આવી આશા ન્હોતી. મને ન્યાય જોઇએ. બિગ બૉસ મારો ફેવરેટ શૉ છે. પણ તેનો એ મતલબ નથી કે તમે મારું નામ આ રીતે ઉછાળો. રાખીએ વધુમાં કહ્યું કે હું બિગ બૉસમાં આવી રહી છું. શેફાલી ઝરીવાલા તમને બધાને મારીશ.'

આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

ઉલ્લેખનીય છે કે, રાખીએ અમેરિકામાં રહેનારા બિઝનેસ મેન રિતેશ સાથે લગ્ન કર્યા છે. જોકે, હજી સુધી રાખી પોતના પતિ સાથે એક પણ વીડિયોમાં દેખાઈ નથી. રાખીએ એ પણ કહ્યું હતું કે, પતિ રિતેશને મીડિયામાં (Media) આવવું ગમતું નથી.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर