Shocked : ઇન્સ્ટાગ્રામ પર તમામ પોસ્ટ ડિલીટ કરી અરમાન મલિકે ટ્વિટર પર કર્યું આ ટ્વિટ

Shocked : ઇન્સ્ટાગ્રામ પર તમામ પોસ્ટ ડિલીટ કરી અરમાન મલિકે ટ્વિટર પર કર્યું આ ટ્વિટ
અરમાન મલિક

અરમાન મલિકની સોશિયલ મીડિયામાં મોટી ફેન ફોલોઇંગ છે.

  • Share this:
    મુંબઇ : પોતાના અવાજના જાદુથી અનેક લોકોના મન પર રાજ કરનાર બોલિવૂડ (Bollywood)ના જાણીતા સિંગર અરમાન મલિકે (Armaan Malik) મંગળવાર મોડી રાતે કંઇક તેવું કર્યું કે તેમના ફેન્સ આઘાતમાં છે. અરમાન મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર (instagram) એક તેવી પોસ્ટ કરી જે અચંભિત કરે તેવી હતી. આ તસવીરને જોઇને ફેન્સના મનમાં પહેલો સવાલ તે જ આવ્યો કે અરમાન ઠીક તો છે ને? જો કે જ્યાં અમુક લોકો અરમાનને લઇને ચિંતત છે ત્યાં જ કેટલાક લોકો આને તેના નવા ગીતની પ્રમોશન સ્ટાઇલ હોવાનો દાવો કરી રહ્યા છે.

    બોલિવૂડ સિંગર અરમાન મલિકે સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ પોસ્ટ કરી છે. જેમાં અરમાન મલિકે બ્લેક સ્ક્રીન પર લખ્યું છે કે "I can't take it anymore" વળી આ સાથે જ અરમાન મલિકે ઇન્સ્ટાગ્રામ પરથી તેની તમામ પોસ્ટ ડિલિટ કરી દીધી છે. અને ખાલી આ જ પોસ્ટ દેખાય છે. જો કે આ પોસ્ટના કારણે તેમના ફેન્સ તેમને લઇને ચિંતત બન્યા છે. અને અરમાન આવું કેમ કરી રહ્યા છે તે જાણવા કોમેન્ટ કરી રહ્યા છે.




    જો કે આ પોસ્ટ પછી અરમાને કોઇ કોમેન્ટ નથી કરી ના જ મીડિયાથી આ અંગે કંઇ વાત કરી છે. પણ ફેન્સ શું તે ઠીક છે કે કેમ તેની ચિંતા થઇ રહી છે. વળી કેટલાક ફેન્સ તો અરમાન મલિકનું એકાઉન્ટ હેક થઇ ગયું હોવાની પણ ચર્ચા કરી રહ્યા છે. જો કે આ તમામ વાતો વચ્ચે અરમાને થોડા સમય પહેલા જ પોતાના ટ્વિટ કરીને જણાવ્યું છે કે - "સમય બધુ સાફ કરી દેશે, ચિંતા ના કરો!"



    તમને જણાવી દઇએ કે અરમાન મલિકની મોટી ફેન ફોલોઇંગ છે. અને તે બોલિવૂડના જાણીતા યંગ સિંગરમાંથી એક છે. અને અત્યાર સુધીમાં અનેક સુપરહિટ ગીતો ગાઇ ચૂક્યા છે.
    Published by:News18 Gujarati
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ