નેપાળમાં ભીખ માંગતી હતી રાજસ્થાની છોકરી, ખડખડાટ અંગ્રેજી સાંભળી ચોંકી ગયા અનુપમ ખેર, કર્યો એક વાયદો

અનુપમ ખેરે નેપાળમાં ભીખ માંગતી રાજસ્થાની છોકરીને ભણાવવાનું આપ્યું વચન

Video જોઈ તમારી આંખો પણ ખુશીથી છલકાઈ જશે. અનુપમ ખેરે આ છોકરી સાથે વાત કરી અને તેણીની એક વિશેષતા જોઈને એટલા ખુશ થઈ ગયા કે, તેણે જે વચન માંગ્યું તે આપી દીધુ.

 • Share this:
  અનુપમ ખેર (Anupam Kher) બોલિવૂડ (Bollywood)ના એવા કલાકારોમાંથી એક છે જે સોશિયલ મીડિયા (Anupam Kher Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની માતા દુલારી સાથે જોક્સ અથવા હંસી-મજાક શેર કરીને ચાહકોનું મનોરંજન કરે છે. હાલના દિવસોમાં તે પાડોશી દેશ નેપાળ (Anupam Kher Nepal)માં છે, જ્યાં તેમની આગામી સમયમાં આવનાર ફિલ્મ 'ઉચાઈ'નું શૂટિંગ કરી રહ્યા છે. નેપાળમાં અનુપમ ખેરને એક રાજસ્થાની છોકરી મળી જે ભીખ માંગતી હતી. અનુપમ ખેરે આ છોકરી સાથે વાત કરી અને તેણીની એક વિશેષતા જોઈને એટલા ખુશ થઈ ગયા કે, તેણે જે વચન માંગ્યું તે આપી દીધુ.

  ઘણી વાર આપણને કેટલીક વસ્તુઓ વિશે જાણીને કે સાંભળીને આશ્ચર્ય થાય છે. અનુપમ ખેર સાથે પણ કંઈક આવું જ થયું. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કાઠમંડુમાં મંદિરની બહાર ફરતી વખતે ભીખ માંગતી એક છોકરી સાથે વાત કરતા જોવા મળે છે. આ છોકરીને કડકડાટ અંગ્રેજીમાં વાત કરતી જોઈને તે દંગ રહી ગયા હતા. લગભગ 2 મિનિટ 10 સેકન્ડના આ વીડિયોને શેર કરતા અનુપમ ખેરે તે છોકરીને શાળાએ મોકલવાનું વચન આપ્યું છે.

  તેણીનું કડકડાટ અંગ્રેજી સાંભળીને, તેમણે પૂછ્યું કે, તે અહીં શા માટે ભીખ માંગે છે અને તે આટલી સારી રીતે અંગ્રેજી કેવી રીતે બોલી શકે છે. આ પ્રશ્નના જવાબમાં, ભીખ માંગતી છોકરી કહે છે, 'મારું નામ આરતી છે અને હું તમને મળીને ખૂબ જ ઉત્સાહિત છું, હું રાજસ્થાન, ભારતની છું. ભીખ માંગતી વખતે મેં અંગ્રેજી બોલવાનું શરૂ કર્યું, હું ધીમે ધીમે શીખતી ગઈ અને બોલવાનું ચાલુ રાખ્યું. અનુપમ ખેરે તે છોકરીને પૂછ્યું કે, તું ભીખ કેમ માંગે છે, થોડું કામ કર, તું અંગ્રેજી પણ સારી રીતે બોલે છે. જવાબમાં તેણે કહ્યું કે, 'કોઈ કામ નથી આપતું, કહે છે કે જ્યાંથી આવ્યા છો ત્યાં જાવ.' આ વાતચીતમાં છોકરીએ વધુમાં કહ્યું કે, મેં ક્યારેય સ્કૂલ જોઈ નથી, પણ મારે સ્કૂલે જવું છે, કારણ કે મને ખબર છે કે, શાળા મારું જીવન, મારું કુટુંબ અને મારું ભવિષ્ય બદલી શકે છે. અનુપમ ખેરે છોકરીને વચન આપ્યું છે કે, તેમનું ફાઉન્ડેશન તેના શિક્ષણ માટે મદદ કરશે.
  View this post on Instagram


  A post shared by Anupam Kher (@anupampkher)


  વીડિયો શેર કરતાં અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું - મેં કાઠમંડુમાં મંદિરની બહાર #Aarti જોઈ! તે મૂળ રાજસ્થાન, ભારતની છે. તેણે મારી પાસે થોડા પૈસા અને મારી સાથે એક ફોટો માંગ્યો અને પછી તેણે મારી સાથે કડકડાટ અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું. શિક્ષણ પ્રત્યેની તેની લગન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો! અહીં અમારી વાતચીત છે! @anupamkherfoundation ખાતરી કરશે કે તે અભ્યાસ કરે. જય હો!

  આ પણ વાંચોશાહરૂખ ખાન જન્મદિવસ: Bugatti Veyronથી લઈને Hyundai Creta સુધી, કિંગ ખાન પાસે છે આ શાનદાર કાર

  આ વિડીયોને હાલમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. છોકરીની સાથે હવે લોકો અનુપમ ખેરના જોરદાર વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે, અસલી હીરો એ જ છે જે આવા કામો કરે છે.
  Published by:kiran mehta
  First published: