બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ અંકિતા લોખંડે, કહ્યું- 'જ્યારે નજર મળે છે ત્યારે...'

અંકિતા અને વિક્કી

અંકિતા લોખંડે (Ankita Lokhande)એ રવિવારનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain) સાથે બે ફોટો શેર કર્યા છે. જેમાં કેપ્શનની સાથે એક્ટ્રેસને પ્રેમ ભર્યો મેસેજ પણ આપ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ રવિવારનાં તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain)ની સાથે બે લેટેસ્ટ ફોટો શેર કરી છે. ફોટોમાં બંને વચ્ચે ખુબ જ પ્રેમ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાંથી એક ફોટો શેર કરતાં અંકિતાએ લખ્યું છે, 'જ્યારે આંખો મળે છે, ત્યારે દુનિયા બદલાઇ જાય છે.' ફોટોમાં બંને એકબીજાની નિકટ નજર આવે છે. ફોટોમાં એક મેજ પર એક કેક નજર આવી રહી છે. કપલનાં મિત્રોએ આ ફોટો પર સુંદર સુંદર કમેન્ટ્સ પણ કરી છે. એક્ટર સના મકબૂલ લખે છે, 'મારી પ્રેમાળ @lokhandeankita અને મારા @jainvick ભગવાન આપ બંનેને આશીર્વાદ આપે.' ટીવી એક્ટર આશિતા ધવને લખ્યું છે, 'સુંદર એડિટ'

  કપલનાં ફેન્સ પણ ફોટો પર રિએક્શન આપી રહ્યાં છે. એક ફેને લખ્યું છે, 'આહ્હા... આખરે આનો જ ઇન્તેઝાર હતો. ' અન્ય એકે લખ્યું છે, 'ભગવાનનો આશીર્વાદ સદાય આપનાં અને આપનાં પરિવાર પર રહે.' તો તેણે શેર કરેલી બીજી તસવીર શેર કરતાં અંકિતાએ લખ્યું છે, 'લહેરો આપની સાથે તાલમેલ બેસાડે છે.' એક્ટર અમૃતા ખાનવિલકરે કમેન્ટ કરી છે. 'બંનેને ખુબ બધો પ્રેમ' અન્ય એકે લખ્યું છે, મારો બધો જ પ્રેમ તમારા માટે...
  ગત મહિને અંકિતા અને વિક્કીએ ત્રણ વર્ષ સાથે હોવાનું જશ્ન મનાવ્યું હતું. એક વીડિયો શેર કરતાં તેણે લખ્યું હતું કે, 'એક સાથે ત્રણ વર્ષ.' વીડિયોમાં આ કપલ રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે.
  અંકિતા ઘણાં સમયે વિક્કીને તેનો સપોર્ટ સિસ્ટમ કહે છે અને તેનો આભાર પણ માને છે. ગત વર્ષે તેનાં એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અંકિતાએ લખ્યું હતું કે, 'હું તારા માટે મારી ભાવનાઓ જાહેર કરવા માટે શબ્દો નથી શોધી શકતી. એક વાત જે મારા મગજમાં આવે છે, જ્યારે હું ખુદને તારી સાથે જોવું છું. તે આ છે કે, એક મિત્ર, સાથી અને સોલમેટનાં રૂપમાં તું છે, મારા જીવનમાં તને મોકલવા માટે ભગવાનનો આભાર માનુ છું.'
  Published by:Margi Pandya
  First published: