અક્ષય કુમારની પત્નીએ કેજરીવાલ સપોર્ટર્સની ઉડાવી મજાક, વાયરલ

News18 Gujarati
Updated: April 21, 2019, 6:38 PM IST
અક્ષય કુમારની પત્નીએ કેજરીવાલ સપોર્ટર્સની ઉડાવી મજાક, વાયરલ
અક્ષય કુમારની પત્નીએ કેજરીવાલ સપોર્ટર્સની ઉડાવી મજાક

ટ્વિટર પર કરેલ એક પોસ્ટમાં ટ્વિંકલ ખન્નાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ફિલ્મ્સથી દૂર છે અને હવે તે લેખક તરીકે ઓળખ બનાવી ચૂકી છે. ટ્વિંકલ તેના મજાકીયા અંદાજ માટે પણ જાણીતી છે. હાલમાં જ ટ્વિંકલે ચૂંટણી માહોલમાં પણ મજાક કરવાનો મોકો શોધી લીધો. ટ્વિટર પર કરેલ એક પોસ્ટમાં ટ્વિંકલ ખન્નાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મજાક ઉડાવી છે.

ટ્વિંકલે શુક્રવારે એક પોસ્ટ કરી, જે પોસ્ટમાં તેણે એક બાળકની તસવીર શેર કરી છે. જેણે પોતાનો ચહેરો અંડરવેરથી ઢાંકેલો છે. આ તસવીરમાં ટ્વિંકલે લખ્યું, જ્યારે તમે અરવિંદ કેજરીવાલના સપોર્ટર છો પરંતુ તમારી પાસે મંકી કેપ નથી. હું કસમ ખાવું છું, મેં એને આવું કરવા માટે નથી કહ્યું. સાથે જ તેણે #cutiepie #littlemonster પણ લખ્યું. ટ્વિંકલની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે.


ઉલ્લેખનીય છે કે, ટ્વિંકલ ખન્નાના શાનદાર સેન્સ ઓફ હ્યુમરના ઘણા વખાણ થતાં હોય છે. તેનું પુસ્તક 'મિસ ફની બોન્સ' સૌથી વધુ ચર્ચિત પુસ્તકોમાં સામેલ છે. તે ત્રણ બેસ્ટ સેલિંગ પુસ્તકોની લેખક બની ચૂકી છે. ત્યાં જ, ટ્વિંકલ તેના સેન્સ ઓફ હ્યુમરને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો છોડતી નથી.

આ પણ વાંચો: મલાઇકાને યાદ કરીને બોલ્યો અરબાઝ ખાન, બધુ જ સારુ ચાલી રહ્યું હતુ ત્યારે...

ગયા વર્ષે MeToo આંદોલનના સપોર્ટમાં બોલવા બદલ તેના ઘણા વખાણ થયા હતા. આ દરમિયાન તે તનુશ્રી જેવી ઘણી મહિલાઓના સપોર્ટમાં ટ્વિટ કરતી જોવા મળી હતી. માત્ર MeToo જ નહીં ટ્વિંકલ એવા ઘણા મુદ્દાઓ પર બિંદાસ્ત પોતાનો મત રાખે છે. તે સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ સેલિબ્રિટીઝમાંથી એક છે.
First published: April 21, 2019
વધુ વાંચો
अगली ख़बर