Home /News /entertainment /Video: 'ડાન્સ મેરી રાની'નો આ આફ્રિકન પર જુઓ કેવો રંગ ચઢ્યો, ડાન્સ જોઈ ગુરૂ રંધાવા-નોરા ફતેહી પણ દિવાના થઈ ગયા
Video: 'ડાન્સ મેરી રાની'નો આ આફ્રિકન પર જુઓ કેવો રંગ ચઢ્યો, ડાન્સ જોઈ ગુરૂ રંધાવા-નોરા ફતેહી પણ દિવાના થઈ ગયા
તાંઝાનિયાનાના કીલી પોલે પણ ગુરુ રંધાવા અને નોરા ફતેહીના ગીતો પર તેમના ડાન્સ સ્ટેપ્સ બતાવ્યા
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ટેલેન્ટ હોય તો તમને બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મળી જાય છે. આફ્રિકાના તાન્ઝાનિયાના ભાઈ-બહેનની જોડી તેનું જીવંત ઉદાહરણ છે. કીલી (Kili Paul) તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'ડાન્સ મેરી રાની' (Dance Meri Rani) પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે
શું તમને તાંઝાનિયન (Tanzanian) ભાઈ-બહેનની જોડી યાદ છે? જેમણે સોશિયલ મીડિયા (Social Media) પર બોલિવૂડના એકથી વધુ હિન્દી ગીતો પર રીલ બનાવીને વાહવાહી (Tanzanian Viral Sensation Brother and Sister) લૂંટવાનું ચાલુ રાખ્યું છે. કિલી પોલ (Kili Paul) નામના આ વ્યક્તિએ હવે પોતાના ડાન્સનો જાદુ એ રીતે બતાવ્યો છે કે, લોકો તેની પ્રતિભાના વખાણ કરતા થાકતા નથી. હાલમાં જ ગાયક અને અભિનેતા ગુરુ રંધાવા દ્વારા તેનો એક ડાન્સ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કીલી તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'ડાન્સ મેરી રાની' (Dance Meri Rani) પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ટેલેન્ટ હોય તો તમને બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મળી જાય છે. આફ્રિકાના તાન્ઝાનિયાના ભાઈ-બહેનની જોડી તેનું જીવંત ઉદાહરણ છે. હાલમાં જ ગુરુ રંધાવા અને નોરા ફતેહીનું નવું ગીત 'ડાન્સ મેરી રાની' રિલીઝ થયું છે. આ ગીતને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે, લોકો આ ગીત પર ઘણી રીલ બનાવી રહ્યા છે. આના પર કિલી પોલે ડાન્સ કર્યો છે.
કેટલાએ હિંદી ગીતો પર પોતાનો જલવો દેખાડ્યા બાદ સોશિયલ મીડિયા સ્ટાર તાંઝાનિયાનાનાકીલી પોલે પણ ગુરુ રંધાવા અને નોરા ફતેહીના ગીતો પર તેમના ડાન્સ સ્ટેપ્સ બતાવ્યા છે, ઘણા હિન્દી ગીતો પર તેમનું પ્રદર્શન જોઈને ગુરુ અને નોરા બંને તેના દિવાના બની ગયા છે. કીલીના આ ડાન્સ વીડિયોને ગુરુ રંધાવાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ડાન્સ વીડિયોમાં કીલી નોરાના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતી વખતે ગુરુએ લખ્યું- જ્યારે ગીત ખરેખર આફ્રિકામાં પ્રવેશી ગયું
નોરા ફતેહીએ પણ કીલી પોલની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અભિનેત્રીએ લખ્યું - આ શાનદાર હતું. નોરા ફતેહીએ પણ આ વીડિયો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કીલી બોલિવૂડના કેટલાએ ગીતો અને રેપર બાદશાહના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર