અનુષ્કા-વિરાટની આ તસવીરને 2020માં મળી સૌથી વધુ Likes, બનાવ્યો રેકોર્ડ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે 27 ઓગસ્ટ 2020ના રોજ એક ફોટો શેર કર્યો હતો. અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

 • Share this:
  બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) જલ્દી જ મમ્મી બનવાની છે. થોડા મહિના પહેલા જ તેમણે વિરાટ કોહલી (Virat Kholi)ની સાથે એક તસવીર શેર કરીને લોકોને આ અંગે જાણકારી આપી હતી. અનુષ્કા અને વિરાટ બંનેએ આ ટ્વિટ શેર કરી હતી. અને સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ટ્વિટ ઇન્ડિયાએ હવે જાહેરાત કરી છે કે વિરાટ કોહલીની આ ટ્વિટ 2020 વર્ષમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ટ્વિટ બની છે.

  વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે 27 ઓગસ્ટ 2020ની એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે પોલ્કા ડોટ વાળો ડ્રેસ પહેર્યો છે. જ્યારે વિરાટ તેની પાછળ ઊભો છે. અધિકૃત ટ્વિટર ઇન્ડિયાએ વિરાટ કોહલીએ ટ્વિટના કેપ્શનમાં લખ્યું કે 2020માં સૌથી વધુ લાઇક કરવામાં આવેલું ટ્વિટ.

  અનુષ્કા અને વિરાટની લાંબી ફેન ફોલોઇંગ છે. અને તેમના પહેલા બાળકની ખુશખબર વિષે જાણીને બંને ચાહકોને તેની ટ્વીટ લાઇક કરી હતી. વિરાટ અને અનુષ્કાની આવવાની સાથે જ એકદમ વાયરલ થઈ હતી. લોકોએ આ તસવીરને ખૂબ જ લાઇક અને કોમેન્ટ આપ્યા હતા.  વધુમાં જ્યારે તમિળ ફિલ્મ્સના સુપરસ્ટાર થાલાપતિ વિજયે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ટ્વિટર પર સેલ્ફી શેયર કર્યો હતો તેનો પણ એક અનોખો રેકોર્ડ બન્યો છે. વિજયના નેવેલી સેટ દ્વારા શેર કરેલો એક સેલ્ફીને ટ્વિટર પર સૌથી વધુ રિટ્વીટ કરવામાં આવી છે. અને આ રીતે આ તસવીરે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

  સુપરસ્ટાર વિજય તમિલનાડુના એક શહેર નેવેલી ગયો હતો, ત્યાંના લોકો સાથે તેણે આ સેલ્ફી લીધી અને ફેબ્રુઆરી મહિનામાં તેને ટ્વિટર પર શેયર કરી. આ સેલ્ફી અત્યાર સુધીમાં એક લાખ 58 હજારથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ લાખ 77 હજારથી વધુ લોકોએ આ સેલ્ફી પણ પસંદ કરી છે.
  Published by:Chaitali Shukla
  First published: