Home /News /entertainment /'ઓહ! હવે વધારે મહેનત કરવી પડશે...' પઠાણની રેકોર્ડ બ્રેક સફળતા બાદ પણ શાહરુખ કેમ છે નાખુશ?
'ઓહ! હવે વધારે મહેનત કરવી પડશે...' પઠાણની રેકોર્ડ બ્રેક સફળતા બાદ પણ શાહરુખ કેમ છે નાખુશ?
Photo- @iamsrk
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હાલ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી રહી છે. આ દરમિયાન શાહરુખનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે, જેમાં તે ફિલ્મ પઠાણ પર એક ચાહકના રિએક્શનથી નાખુશ થઈ ગયો છે અને હજુ વધારે મહેનત કરવા માંગે છે.
મુંબઈઃ કિંગ ખાને લાંબા સમય બાદ જબરદસ્ત વાપસી કરી છે. શાહરુખ ભલે લાંબા સમય બાદ પડદાં પર વાપસી કરી હોય., પરંતુ તેણે સાબિત કરી દીધું કે ફેન્સ આમ જ તેને 'કિંગ ખાન' નથી કહેતા. 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'પઠાણ' એ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો.
આ દરમિયાન, એક ચાહકે શાહરૂખને ટ્વિટર પર ટેગ કર્યો અને એક વીડિયો શેર કર્યો જેમાં તે તેની નાની છોકરીને પૂછી રહ્યો છે, 'અહાના કઈ ફિલ્મ જોઈને આવી હતી?' જેના પર છોકરીએ કહ્યું, 'પઠાણ'. પછી વ્યક્તિએ પૂછ્યું કે શું તેણીને ફિલ્મ પસંદ આવી? તો યુવતીએ 'ના' કહ્યુ. આ પછી, વ્યક્તિએ આ વીડિયોમાં શાહરુખ ખાનને ટેગ કરીને લખ્યુ, 'શાહરુખ ખાન ooops'.
આ ટ્વિટ જોઈને શાહરૂખ ખાને તરત જ ટ્વિટર પર પોતાના નાના ફેન્સને જવાબ આપ્યો અને લખ્યું, 'ઓ ઓ!! હજુ વધુ મહેનત કરવી પડશે. ડ્રોઇંગ બોર્ડ પર ફરી. યુવા પ્રેક્ષકોને નિરાશ ન કરી શકો. દેશના યુવાનોનો પ્રશ્ન છે. કૃપા કરીને તેના પર DDLJ અજમાવી જુઓ... કદાચ તે રોમેન્ટિક પ્રકારની છે... બાળકો જેને આપણે ક્યારેય જાણતા નથી!’.
Oh oh!! Have to work harder now. Back to the drawing board. Can’t let the younger audience be disappointed. Desh ke youth ka sawaal hai. PS: Try DDLJ on her please….maybe she is the romantic types….kids u never know! https://t.co/UBpSnLOZrf
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'એ અત્યાર સુધી માત્ર ભારતમાં જ 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર