Home /News /entertainment /લોકોનાં ઘરોમાં કામ કરે છે આ એક્ટરની પત્ની, ઘરનું ભાડું આપવાનાં નથી પૈસા

લોકોનાં ઘરોમાં કામ કરે છે આ એક્ટરની પત્ની, ઘરનું ભાડું આપવાનાં નથી પૈસા

એક્ટર સાથીદારનું કહેવું છે કે, હું આજે પણ મારા ઘરનું ભાડું આપવામાં અસમર્થ છું, મારા મિત્રો દર મહીને મારી મદદ કરે છે

એક્ટર સાથીદારનું કહેવું છે કે, હું આજે પણ મારા ઘરનું ભાડું આપવામાં અસમર્થ છું, મારા મિત્રો દર મહીને મારી મદદ કરે છે

ન્યૂઝ18 ગુજરાતી: એક સામાન્ય વિચાર હોય છે કે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મ બાદ એક્ટર એક આલિશાન જીવન જીવી રહ્યાં હશે. પણ વીરા સાથીદારની સાથે એવું નથી બન્યું. 59 વર્ષનાં એક્ટર અને સોશિયલ એક્ટિવિસ્ટ વીરા 'કોર્ટ' નામથી આવેલી નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કરે છે. વીરાએ દિલ્લી ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'કોર્ટ' રિલીઝ થયે ચાર વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં એકેડમી એવોર્ડ્સમાં ભારતની ઓફીશિયલ એન્ટ્રી પણ થઇ હતી. પણ આ વાતથી તેમને કોઇ નારાજગી નથી. પણ તે તેને સ્વીકારી ચુક્યા છે.

તેમણે કહ્યું કે, 'ઘણાં લોક છે જેમની હાલત મારાથી પણ વધુ ખરાબ છે. હું ફ્રીલાન્સ રાઇટિંગ અને ગેસ્ટ લેક્ચર્સથી પૈસા કમાઇ લવું છું. તેનાંથી થોડા દિવસ ચાલી જાય છે.'

સાથીદાર નાગપુર બાબુદલખેડામાં એક ભાડાનાં ઘરમાં રહે છે. તેમણે કહ્યું કે, આ વાતનું ખુબજ દુખ હોય છે. તેમની પત્ની દરરોજ ઘરે નથી આવી શકતી. કારણ કે પરિવાર આવવા જવાનું ભાડું નથી ઉઠાવી શકતો. સાથીદારે કહ્યું કે, હું આજે પણ મારા ઘરનું ભાડું ચુકવવામાં અસમર્થ છું.મારા મિત્રો દર મહીને મારી મદદ કરે છે.



સાથીદારની પત્ની પુષ્પા પરસોડી ગામમાં એખ આંગનવાડીમાં કામ કરે છે. તે નાગપુરથી 30 કિલોમીટર દૂર છે. તે કામકાજ બાદ ત્યાંજ આસપાસ રોકાઇ જાય છે. સાથીદાર કહે છે, 'આ ઉપરાંત કોઇ જ ચારો નથી તે મહિનાનાં સાત હજાર રૂપિયા કમાય છે. અને ઘર ચલાવવામાં મદદ કરે છે. તે ખુબ મહેનત કરી છે. દિવસભરનાં કામ બાદ ઘર આવ્યા સુધીની સફર ઘણી જ થાકથી ભરપુર રહે છે. તેથી ત્યાં કોઇ લોકલનાં ઘર પર કામ કરી લે છે. તેનાં બદલે તે તેમને ખાવા અને ત્યાં જ રોકાઇ જવાની પરવાનગી આપે છે.' તે દર અઠવાડિયે ઇન્તેઝાર કરે છે કે તેમની પત્ની ઘરે આવે અને તે તેમની પત્નીને ઠંડુ પાણી, ગરમ ચા અને જમવાનું ખવડાવે.

આ પણ વાંચો-પદ્મ ભૂષણથી સન્માનિત ફિલ્મ એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન

તેમણે કહ્યું કે, હું પ્રયાસ કરુ છુ કે, પત્નીને થોડો આરામ મળે કારણ કે તેણે મારા માટે ઘણું બલિદાન આપ્યું છે. આશા રાખુ છું કે, મારી આવનારી ફિલ્મોની રિલીઝ બાદ મને વધુ સારી ઓફર મળે અને મારી પત્નીને આટલો સંઘર્ષ ન કરવો પડે. અને તે ઘરમાં આરામ કરે.

આ પણ વાંચો- તાપસી પન્નૂએ ફિલ્મનાં સેટ પર શેર કરી દર્દનાક તસવીર
First published:

Tags: Revealed