Home /News /entertainment /

વિંતા નંદા રેપ કેસ: Alok Nathને રાહત, મળ્યા આગોતરા જામીન

વિંતા નંદા રેપ કેસ: Alok Nathને રાહત, મળ્યા આગોતરા જામીન

8 ઓક્ટોબર 2018ના રોજ વિંતા નંદાએ પોતાના એક ફેસબુક સ્ટેટસમાં આલોક નાથ તરફ ઈશારો કરી તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો.

8 ઓક્ટોબર 2018ના રોજ વિંતા નંદાએ પોતાના એક ફેસબુક સ્ટેટસમાં આલોક નાથ તરફ ઈશારો કરી તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો.

    રેપ અને યૌન ઉત્પીડનના આરોપથી ઘેરાયેલા બોલિવુડ એક્ટર આલોકનાથ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. વિંતા નંદા રેપ કેસમાં દિંદોશીની સેશન કોર્ટે તેમને આ મામલામાં આગોતરા જામીન આપ્યા છે. આ પહેલા આ મામલામાં આલોક નાથ સામે ધરપકડની તલવાર લટકી રહી હતી.

    તમને જણાવી દઈએ કે, રાઈટર વિંતા નંદાએ આલોકનાથ પર 19 વર્ષ પહેલા રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી, જેની સુનાવણી થઈ રહી હતી. મામલામાં આલોક નાથના વકિલે ધરપકડ રોકવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી.



    ઉલ્લેખનીય છે કે, 8 ઓક્ટોબર 2018ના રોજ વિંતા નંદાએ પોતાના એક ફેસબુક સ્ટેટસમાં આલોક નાથ તરફ ઈશારો કરી તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કેટલાે અન્ય એક્ટ્રેસ અને કલાકારોએ આલોક નાથ પર યૌન શોષણ અને ખરાબ વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन