Home /News /entertainment /વિન્તા નંદા પણ અજય દેવગણથી નારાજ, આલોક નાથની સાથે કેમ કર્યુ કામ?

વિન્તા નંદા પણ અજય દેવગણથી નારાજ, આલોક નાથની સાથે કેમ કર્યુ કામ?

અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે' માં આલોક નાથ હોવાને કારણે વિન્તા નંદાએ નારાજગી જાહેર કરી.

અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે' માં આલોક નાથ હોવાને કારણે વિન્તા નંદાએ નારાજગી જાહેર કરી.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં એક વખત ફરી મીટૂ મૂવમેન્ટ તેજ થઇ રહી છે. આ વખતે અજય દેવગણ તેની ફિલ્મને કારણે ખરાબ રીતે ફસાંઇ ગકયો છે. અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ટ્રેલરમાં મીટૂનાં આરોપી આલોક નાથ નજર આવે છે. આલોક નાથનાં ફિલ્મમાં લેવા બદલ તેનો વિરોધ કર્યો છે. તનુશ્રી દત્તાએ અજય દેવગણ અને ફિલ્માં પ્રોડ્યુસર લવરંજનનો વિરોધ કર્યો છે. હવે આ મામલે પોતે વિન્તા નંદાનું નિવેદન વાયરલ થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિન્તા નંદા ખુબજ નારાજ છે. નિંદાએ ઘણાં સમય પહેલાં જ આલોકનાથ પર મીટૂ હેઠળ રેપ જેવા ગંબીર આરોપ લગાવ્યો અને FIR પણ દાખલ કરાવી હતી.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિન્તા નંદાએ આ મામલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'મને અજયથી આવી આશા ન હતી. મને નથી લાગતું અજય કોઇ પ્રકારનું સ્ટેડ લેવાની સ્થિતિમાં છે. તેનાં માટે ફક્ત પ્રોજેક્ટમાં લાગેલા પૈસા જ એક માત્ર ધર્મ છે. જ્યારે વાત બોક્સ ઓફિસની આવે તો પૈસા સીવાય કોઇ ધર્મ નથી હોતો.

    આ પણ વાંચો-19 કલાકમાં 'બાહુબલી'નાં થયા 867K ફોલોઅર્સ, તસવીરને મળી 287K લાઇક્સ

    તેણે કહ્યું કે, 'કોઇ પૈસાને ધર્મ માને છે પણ ઓડિએન્સ એક એવી એજન્સી છે જે ફિલ્મને રિજેક્ટ કરી શકે છે. જો તેઓ આમ નથી કરતી તો તે દર્શાવે છે કે, સમાજ કેટલો ક્રુર છે હું માનું છુ કે, ઓઢિયન્સ તે તમામ લોકોની રાતોની ઊંઘ ખરાબ કરી દેશે જે લોકો આઝે સ્ટેન્ડ લેવાથી પાછળ હટે છે.'

    આ પહેલાં આલોક નાથ મામલે તનુશ્રી દત્તાએ કહ્યું હતું કે, 'હિન્દી સિનેમા પાખંડીઓથી ભરેલો છે 'દે દે પ્યાર દે' ફિલ્મનાં મેકર્સે એક રેપિસ્ટને પોતાની ફિલ્મનો હિસ્સો બનાવ્યો. મીટૂ મૂવમેન્ટ હેઠળ આલોક નાથ પર ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યા હતાં. તે ઇચ્છતા તો તેનાં સીનને અન્ય કોઇ એક્ટર સાથે ફરીથી ફિલ્માવી શકતા હતાં. પણ તેમણે આમ ન કર્યું.'

    આ પણ વાંચો-દીપિકા પાદુકોણની 'છપાક'નાં સેટ પરથી બીજો VIDEO થયો લિક
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ajay Devgn, Alok nath, Tanushree Dutta, Vinta Nanda, ફિલ્મ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन