Home /News /entertainment /

B'day Spl: ત્રણ લગ્ન બાદ પણ એકલા હતા વિનોદ મેહરા, અચાનક નિધનથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો હડકંપ

B'day Spl: ત્રણ લગ્ન બાદ પણ એકલા હતા વિનોદ મેહરા, અચાનક નિધનથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો હડકંપ

વિનોદ મહેરાની અજાણી વાતો

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 13 ફેબ્રુઆરી 1945નાં પંજાબ (Punjab)નાં અમૃતસરમાં જન્મેલાં એક્ટર વિનોદ મેહરા (Vinod Mehra) આજે તેમનાં અભિનય માટે જાણીતા છે. તેમની ઉત્તમ એક્ટિંગથી દર્શકોનાં દિલ પર અમિટ છાપ છોડનારા વિનોદ મેહરા (Happy Birthday Vinod Mehra)નું અંગત જીવન ઘણું ઉથલ પુથલ હતું. પ્રેમનાં પુજારી રહેલાં વિનોદનાં ચાર વખત લગ્ન થયા. બોલિવૂડમાં મોટા સ્ટારનો ખિતાબ તો વિનોદ ન લઇ શક્યા પણ તેમની અદાકારીથી તેઓ છવાઇ જરૂર જતાં. 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ', 'લાલ પત્થર', અને 'સાજન બિના સુાહગન' જેવી ડઝનો ફિલ્મો આજે પણ યાદ કરવામાં આવે છે.

    આ અલગ વાત છે કે, 'રાગિની'એ બોલિવૂડમાં પગ મુકનારા એક્ટર ફિલ્મોથી વધુ તેમની લવ લાઇફને કારણે ચર્ચાય છે. જ્યારે પણ વિનોદ મેહરાની વાત આવે તો બોલિવૂડની એક્ટ્રેસ રેખાનો ઉલ્લેખ જરૂર થાય. વિનોદ મેહરા અને રેખાએ સૌથી છુપાઇને લગ્ન કર્યા હતાં. જોકે, રેખા અને વિનોદનાં લગ્નજીવન માત્ર બે મહિના જ ચાલ્યા હતાં. પણ 1073માં તેમને જોડાયેલી ખબરો ચર્ચામાં રહેતી. ક્યારેક તેમનાં અફેરની વાતો તો ક્યારેક લગ્નની ખબર છપાતી હતી.

    રેખાએ વિનોદ મેહરાનાં પરિવારની વહુનો દરજ્જો ક્યારેય નથી મળ્યો. તેમનાં સંબંધો અંગે તે દિવસોમાં ગોસિપ બાજાર ગરમ રહેતું હતું. કહેવાય છે કે, વિનોદ મેહરા જ્યારે તેમની માતાથી મેળવવાં રેખાને લઇ ગય હતાં તો વિનોદની માતાએ ગુસ્સામાં આવી રેખાની ખુબજ બેઇજ્જતી કરી હતી તેને ઘરમાં પણ નહોતી ઘુસવા દીધી અને તેને ચપ્પલ માર્યુ હતું. વિનોદ મેહરા તેમની માતા અને પ્રેમ વચ્ચે તાલમેલ નહોતા બેસાડી શકતા અને તેથી જ તેમનાં સંબંધનો અંત આવી ગયો.

    ફક્ત 45 વર્ષ જીવનારા વિનોદ મેહારએ એક બે નહીં ચાર ચાર લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન વિનોદની માતાએ મીના સાથે કરાવ્યા હતાં જે લાંબુ ટક્યા ન હતાં. જે બાદ વિનોદની ફિલ્મોની હીરોઇન રહેલી બિંદિયા ગોસ્વામી સાથે અફેર ચાલ્યું પરણીત હોવા છતાં વિનોદ અને બિંદિયાએ લગ્ન કર્યા જોકે આ લગ્ન પમ લાંબા ચાલ્યા ન હતાં.

    બિંદિયાથી અલગ થઇને તુટી ગયા હતાં વિનોદ ત્યારે તેમની નિકટતા રેખા સાથે થઇ. રેખા પણ અમિતાભ બચ્ચનથી દૂર થયા બાદ એકલી થઇ ગઇ હતી. બંનેએ તેમનાં એકલાપણાને શેર કરવાનો પ્રયાસ કર્યો પણ લાંબો ન ટક્યો

    જે બાદ વિનોદનાં જીવનમાં કિરન નામની યુવતી આવી. જેની સાથે તેમણે ચોતા લગ્ન કર્યા જીવનને તેઓ ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. વિનોદ અને કિરનને બે બાળકો પણ થયા. એક દીકરો અને દીકરી. જેની સાથે તેઓ શાંતિથી જીવન જીવવા માંગતા હતાં પણ વિધાતાને કંઇ અલગ જ મંજૂર હતું. 30 ઓક્ટોબર 1990નાં હાર્ટ એટેકથી તેમનું નિધન થઇ ગયું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Birthday Special, Birthday Trivia, Rekha, બોલીવુડ

    આગામી સમાચાર