Home /News /entertainment /ઇન્ટીમેટ સીન વખતે બેકાબૂ થઇ જતા વિનોદ ખન્નાએ કહી દીધું હતું, 'હું કોઇ સંત નથી, મને સંભોગની જરૂર છે...'

ઇન્ટીમેટ સીન વખતે બેકાબૂ થઇ જતા વિનોદ ખન્નાએ કહી દીધું હતું, 'હું કોઇ સંત નથી, મને સંભોગની જરૂર છે...'

વિનોદ રિયલ લાઇફમાં ખૂબ જ બિંદાસ અને બોલ્ડ રહ્યા છે

દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેણે ખચકાટ વિના કબૂલાત કરી હતી કે તેના જીવનમાં ઇન્ટીમેટ રિલેશન એટલે કે જાતીય સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે.

  બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર વિનોદ ખન્ના ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમણે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ છાપ છોડી છે. કહેવાય છે કે વિનોદ રિયલ લાઇફમાં ખૂબ જ બિંદાસ અને બોલ્ડ રહ્યા છે. એક્ટરના ઘણી ફિલ્મોના કિસ્સા છે, જ્યારે તે રોમેન્ટિક અથવા ઇન્ટિમેટ સીન કરતી વખતે બેકાબૂ બની ગયા હતા. જેમ કે ફિલ્મ 'દયાવાન'માં માધુરી દીક્ષિત સાથે શૂટ કરાયેલા રોમેન્ટિક સીન અને 'હમશકલ'માં મીનાક્ષી શેષાદ્રી સાથેના કિસિંગ સીન. આ દરમિયાન એક્ટર ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. એક્ટર રિયાલીટીમાં પણ તેમની વાતોમાં ખૂબ બોલ્ડ રહ્યાં છે.

  એકવાર વિનોદ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેણે ખચકાટ વિના કબૂલાત કરી હતી કે તેના જીવનમાં ઇન્ટીમેટ રિલેશન એટલે કે જાતીય સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે. એક્ટરે કહ્યું હતું કે તે કોઇ સંત નથી કે જે કોઈ સ્ત્રી સાથે પ્રેમ ન કરે કે સંબંધ ન રાખે.

  આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

  મહિલાઓ વિના આપણે અહીં ન હોત


  પોતાની જરૂરિયાતોનો ઉલ્લેખ કરતા એક્ટરે કહ્યું હતું કે, 'હું એક બેચલર હતો અને જ્યાં સુધી મહિલાઓની વાત છે ત્યાં સુધી હું કોઈ સંત નથી. મને બીજાની જેમ સેક્સની જરૂર છે. મહિલઓ વિના આપણે અહીં ન હોત. જો જાતીય સંબંધો ન હોત, તો આપણે અહીં ન હોત. તો પછી મારા સ્ત્રીઓ સાથે હોવા સામે કોઈને વાંધો કેમ હોવો જોઇએ?'

  ગીતાંજલિના પ્રેમમાં પડ્યા વિનોદ ખન્ના


  જો એક્ટરની લવ લાઈફની વાત કરીએ તો વિનોદ જ્યારે કોલેજમાં હતા ત્યારે તેની મુલાકાત ગીતાંજલી નામની છોકરી સાથે થઈ હતી. એક્ટરને ગીતાંજલિ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. વિનોદ ખન્નાએ 1971માં ગીતાંજલિ સાથે લગ્ન કર્યા અને તેઓ બે પુત્રો અક્ષય ખન્ના અને રાહુલ ખન્નાનાં પિતા બન્યા.

  આ પણ વાંચો :  શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

  અમૃતા સિંહને દિલ દઇ બેઠા


  આ પછી એક્ટ્રેસ અમૃતા સિંહએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો. કહેવાય છે કે વિનોદ ખન્ના અને અમૃતા સિંહે 1989માં આવેલી ફિલ્મ 'બંટવારા'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે વિનોદ અને અમૃતાના રિલેશન પણ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ ખતમ થઈ ગયા હતા. પરંતુ થોડા વર્ષો પછી વિનોદ ખન્નાએ અચાનક ઘર અને ફિલ્મો છોડી દીધી અને સાધુ બનીને ઓશોના આશ્રમમાં ગયા. તેથી જ ગીતાંજલિએ વિનોદ ખન્નાને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો.


  ગીતાંજલિથી છૂટાછેડા પછી કવિતા સાથે પ્રેમ થયો


  વિનોદ ખન્ના થોડા વર્ષો પછી ઓશોના આશ્રમમાંથી પાછા ફર્યા ત્યારે તેઓ કવિતા નામની મહિલાને મળ્યા અને તેમના પ્રેમમાં પડ્યા. આ રીતે વિનોદ ખન્ના અને કવિતાની લવ સ્ટોરી શરૂ થઈ અને પછી 1990માં બંનેએ લગ્ન કરી લીધા. કવિતા સાથે લગ્ન કર્યા બાદ વિનોદ ખન્ના પુત્ર સાક્ષી અને પુત્રી શ્રદ્ધાના પિતા બન્યા હતા.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Bollywood actor, Bollywood Celebrities, Bollywood Latest News, Bollywood News in Gujarati

  विज्ञापन
  विज्ञापन