Home /News /entertainment /એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

VINOD KHANNA

Vinod Khanna Birthday: બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનો આજે એટલે કે 6 ઓક્ટોબરે જન્મદિવસ છે. વિનોદ ખન્ના બોલિવૂડ છોડીને આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના અનુયાયી બની ગયા હતા. જાણો તેમની આધ્યાત્મિક સફરની અજાણી કહાની

    મુંબઈ:  બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાનો આજે એટલે કે 6 ઓક્ટોબરે જન્મદિવસ (Actor Vinod Khanna Birthday) છે. તે હવે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેમની સુપરહિટ ફિલ્મો (Vinod Khanna Superhit Films) આજે પણ દર્શકોને રોમાંચિત કરે છે. સુપરસ્ટારે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. તેઓ એક એવા માણસ હતા, જેણે 1970 અને 1980ના દાયકામાં દર્શકોના હૃદયમાં પોતાની અલગ જ જગ્યા બનાવી હતી. તેમના અભિનયથી તેમણે લાખો ફેન્સની પ્રશંસા મેળવી અને તેઓ પોતાના સારા પ્રદર્શનથી હિંદી ઇન્ડસ્ટ્રીના સફળ સ્ટાર બની ગયા હતા. જ્યારે તેઓ કારકિર્દીની ટોચ પર હતા ત્યારે વિનોદ ખન્નાએ પોતાનું સ્ટારડમ છોડીને સંન્યાસી જીવન પસંદ કર્યું હતું. આ પછી તેમને સેક્સી સાધુ કહેવામાં આવતા હતા.

    ઓશોના અનુયાયી બની ગયા હતા વિનોદ

    વિનોદ ખન્ના બોલિવૂડ છોડીને આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના અનુયાયી બની ગયા હતા. તેમણે વર્ષ 1982માં પૂણેમાં ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ (ઓશો આશ્રમ)ની મુલાકાત લીધી હતી. તેઓ તેમના ગુરુ સાથે રહેવા માટે અમેરિકાના ઓરેગોનમાં રજનીશપુરમ ગયા હતા.

    વિનોદને કહેતા ‘સેક્સી સંન્યાસી’

    ડિસેમ્બર 1975માં જ્યારે વિનોદ ખન્નાએ ફિલ્મો છોડીને સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો, ત્યારે બોલિવૂડમાં ભારે ચર્ચાઓ ફેલાઈ ગઈ હતી. તેમની સાથે કામ કરી રહેલા ઘણા ફિલ્મ નિર્માતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે દરમિયાન તેમને 'સેક્સી સન્યાસી' પણ કહેવામાં આવતા હતા. એક ઇન્ટરવ્યુમાં વિનોદ ખન્નાએ કહ્યું હતું કે "ઓશોના શબ્દોએ તેમને એક શાશ્વત સત્ય સાથે પરિચય કરાવ્યો: મૃત્યુ". ઓશોએ તેમનું નામ સ્વામી વિનોદ ભારતી રાખ્યું હતું.

    ટોયલેટ પણ સાફ કરતા વિનોદ

    વિનોદ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ રજનીશપુરમમાં માળી તરીકે કામ કરતા હતા. બગીચાની જાળવણી, પાણી, કાપણી, ટ્રીમિંગ, વાવેતર સહિતના છોડની સંભાળ રાખવી તે તેમનું કામ હતું. આ દરમિયાન તેઓ ટોયલેટ પણ સાફ કરતા હતા.

    આ પણ વાંચો: વધુ એક અભિનેતાનો આપઘાત, તલાક પછી ડિપ્રેશનથી જજુમી રહ્યો હતો એક્ટર

    બ્લેડર કેન્સરે લીધો જીવ

    વર્ષો સુધી બ્લેડર કેન્સર સામે ઝઝૂમ્યા બાદ વિનોદ ખન્નાએ આ દુનિયાને અલવિદા કહી એપ્રિલ 27, 2017. આ પહેલાં ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી. જર્મનીમાં પણ તેની સર્જરી થઈ હતી. આમ છતાં તેને બચાવી શકાયા નહીં. તે એક વખત પાકિસ્તાનના પેશાવરમાં પોતાના પૈતૃક ઘરે જવા માંગતા હતા. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં.



    100થી વધુ ફિલ્મોમાં કર્યુ હતું કામ

    તેમની લાંબી બોલીવૂડ કારકિર્દીમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓ એક સક્રિય રાજકારણી પણ હતા અને ગુરદાસપુર, પંજાબથી સાંસદ પણ હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Birthday Special, Bollywood actor, Bollywood News in Gujarati

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन