Home /News /entertainment /

Vikrant Rona Teaser : સલમાન ખાને ટીઝર કર્યુ લોન્ચ, કિચ્ચા સુદીપા અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ 'વિક્રાંત રોના'ની રિલીઝ ડેટની કરી જાહેર

Vikrant Rona Teaser : સલમાન ખાને ટીઝર કર્યુ લોન્ચ, કિચ્ચા સુદીપા અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ 'વિક્રાંત રોના'ની રિલીઝ ડેટની કરી જાહેર

વિક્રાંત રોણા ટીજર

Vikrant Rona Teaser : સલમાન ખાને (Salman Khan) જાહેર કરેલુ ટીઝર ખૂબ સારું છે અને મોટા પડદા પર વિક્રાંત રોના (Vikrant Rona) ના વેશમાં સુપરસ્ટારની એન્ટિ-હીરોઈક એન્ટ્રીને જોઈ દર્શકો ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા રાખી શકે છે. કિચ્ચા સુદીપાની વિક્રાંત રોના એ અનુપ ભંડારી દ્વારા દિગ્દર્શિત એડવેન્ચર મિસ્ટ્રી થ્રિલર છે.

વધુ જુઓ ...
Vikrant Rona Teaser : બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) એ શનિવારે કિચ્ચા સુદીપા (Kichcha Sudeepa) ની મચ અવેઈટેડ ફિલ્મ વિક્રમ રોના (Vikrant Rona) નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ સહિત પાંચ અલગ-અલગ ભાષાઓમાં 28 જુલાઈ, 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. ટીઝરમાં બાદશાહ કિચ્ચા સુદીપાને 'વિક્રાંત રોના' ઉર્ફે લોર્ડ ઓફ ધ ડાર્ક (Lord of the Dark) તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

ટીઝર ખૂબ સારું છે અનેમોટા પડદા પર વિક્રાંત રોનાના વેશમાં સુપરસ્ટારની એન્ટિ-હીરોઈક એન્ટ્રીને જોઈ દર્શકો ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા રાખી શકે છે. ટીઝરમાં જોવા મળતા દ્રશ્યો ખૂબ સારા છે. ચિરંજીવી, મોહનલાલ અને સિમ્બુએ અનુક્રમે તેલુગુ, મલયાલમ અને તમિલમાં ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું.

વિડિયો શેર કરતાં સલમાને લખ્યું હતું કે, “28 જુલાઈ, 2022ના રોજ 3Dમાં #VikrantRona ની ગ્લોરીનું સાક્ષી બનશે. ઈટ લુક્સ આઉટ ઓફ ધ વર્લ્ડ @kichchasudeepa ટીમને શુભેચ્છા. #VikrantRonaJuly28"




કિચ્ચા સુદીપાની વિક્રાંત રોના એ અનુપ ભંડારી દ્વારા દિગ્દર્શિત એડવેન્ચર મિસ્ટ્રી થ્રિલર છે. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ, નિરુપ ભંડારી અને નીથા અશોક પણ મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતાઓએ ગયા વર્ષે મૂવીની ઝલક લૉન્ચ કરી હતી. ત્યારથી આ ફિલ્મે પ્રેક્ષકોમાં ખાસ કરીને કિચ્ચાના ચાહકોમાં ભારે ઉત્તેજના અને ઉત્સુકતા પેદા કરી છે, તેઓ ટીઝર અને ટ્રેલર જોવા માટે ઉત્સુક છે.

વિક્રાંત રોના 3D ફિલ્મ છે. આ ફિલ્મ દેશની સૌથી અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. ધ બુર્જ ખલિફા પર તેના ટાઈટલ લોન્ચથી લઈને જેકલીન ફર્નાન્ડીઝને બોર્ડમાં લાવવા અને 50 થી વધુ દેશોમાં રિલીઝની જાહેરાત કરવા સુધી, 'વિક્રાંત રોના' એ તમામ દર્શકોને ખૂબ ઉત્સાહિત કર્યા છે.

આ પણ વાંચોIIFA નોમિનેશનમાં શેરશાહનો 12 નોમિનેશન સાથે દબદબો, 83 અને લુડોને પણ પાછળ પાડી

સલમાન ખાન વિશે વાત કરીએ તો, તે આગામી ફિલ્મ ટાઇગર 3 માં કેટરિના કૈફ સાથે જોવા મળશે. તે ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે અને અહેવાલ મુજબ ઇમરાન હાશ્મી પણ મુખ્ય વિલન તરીકે જોવા મળશે. આ મહિનાની શરૂઆતમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ફિલ્મ 21 એપ્રિલ, 2023 ના રોજ એટલે કે ઈદના અવસર પર સિનેમાઘરોમાં આવશે. આ સિવાય સલમાન ખાન પાસે સાજિદ નડિયાદવાલાની કભી ઈદ કભી દિવાળી પણ છે.
Published by:kiran mehta
First published:

Tags: Actor salman khan, Bollywood Latest News, Bollywood News in Gujarati, Teaser, Teaser out

આગામી સમાચાર