Home /News /entertainment /

Vikrant Massey એ શીતલ ઠાકુર સાથે લીધા સાત ફેરા, જુઓ વર-કન્યાનો પહેલો ફોટો

Vikrant Massey એ શીતલ ઠાકુર સાથે લીધા સાત ફેરા, જુઓ વર-કન્યાનો પહેલો ફોટો

વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરના લગ્નની પ્રથમ તસવીર

વિક્રાંત મેસી (Vikrant Massey) અને શિતલ ઠાકુર (Sheetal Thakur) ના લગ્ન (Vikrant Massey Sheetal Thakur Wedding) નો કોઈ ફોટો શેર કરવામાં આવ્યો નથી. પરંતુ, આ પછી પણ વિક્રાંત-શીતલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચી હતી

વધુ જુઓ ...
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી (Vikrant Massey) તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર (Sheetal Thakur) સાથે આખરે ધાર્મિક વિધિઓ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મિર્ઝાપુર અભિનેતાએ શીતલ ઠાકુર સાથે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેને જોઈને વિક્રાંત-શીતલ વેડિંગ (Vikrant-Sheetal Wedding) ના ફેન્સ ખૂબ જ ખુશ છે અને નવયુગલને અભિનંદન આપી રહ્યા છે. આ પહેલા બંનેએ 14 ફેબ્રુઆરીના રોજ પોતાના લગ્નની નોંધણી કરાવી હતી.

    જોકે, અત્યાર સુધી કપલ દ્વારા લગ્ન (Vikrant Massey Sheetal Thakur Wedding) નો કોઈ ફોટો શેર કરવામાં આવ્યો નથી. પરંતુ, આ પછી પણ વિક્રાંત-શીતલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં શીતલ લાલ રંગના બ્રાઈડલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે વિક્રાંતે ગુલાબી પાઘડી સાથે સફેદ શેરવાની પહેરી છે.

    વિક્રાંત મેસી-શીતલ ઠાકુરે પરિવારની હાજરીમાં સાત ફેરા લીધા. (ફોટો ક્રેડિટ્સ: Instagram: @ashiyashaikhofficial)


    આ ફોટામાં વિક્રાંત-શીતલ મંડપમાં બેસીને તેમના લગ્નની વિધિઓ કરી રહ્યો છે. અભિનેતાના ફેન્સ ફોટા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને લગ્નની તસવીરો શેર કરવાની વિનંતી પણ કરી રહ્યા છે. જો કે, માત્ર લગ્ન જ નહીં પરંતુ અત્યાર સુધી આ કપલ દ્વારા કોઈપણ લગ્ન સમારંભની તસવીરો શેર કરવામાં આવી નથી. અગાઉ બંનેએ તેમના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

    આ પણ વાંચોUrfi Javed New Video : ઉર્ફી જાવેદે શેર કર્યો નવો Hot Video, થઈ Troll - યુઝર્સ કહી રહ્યા, ના કહેવાનું

    હાલમાં જ વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની હલ્દી સેરેમનીનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં લવબર્ડ્સ દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના પરિવારજનો પણ તેમની સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. વિડિયોમાં વિક્રાંત સફેદ કલગી અને પાયજામા પહેરીને હલ્દીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ, શીતલે ચળકતો પીળો લહેંગો પહેર્યો હતો અને તેના ચહેરા પર પણ હળદર હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Vikrant Massey

    આગામી સમાચાર