Home /News /entertainment /VIDEO: 'વિક્રમ વેધા'નું ટ્રેલર છે દમદાર, રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

VIDEO: 'વિક્રમ વેધા'નું ટ્રેલર છે દમદાર, રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

વિક્રમ વેધા ટ્રેલર લોન્ચ

vikram vedha trailer out: હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાઇ રહ્યું છે. આ ટ્રેલર જોતાની સાથે જ તમને પણ મુવી જોવા જવાની ઇચ્છા થઇ જશે.

    મુંબઇ: બોલિવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર હાલમાં રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મને જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાઇ રહ્યું છે. ટ્રેલર રિલીઝ થવાથી દર્શકો હાલમાં ખુશ-ખુશ થઇ ગયા છે. ભારે ઉત્સાહ સાથે લોકો આ ટ્રેલરને જોઇ રહ્યા છે. આ મુવીમાં હૃતિક રોશન અને સૈફનો અંદાજ કંઇક અલગ રીતે જ જોવા મળી રહ્યો છે. હાલમાં ટ્રેલર રિલીઝ થતા ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે અને સાથે જ ટ્રેલર યુટ્યૂબ પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે.

    ટ્રેલરમાં દર્શકોને વિક્રમ વેધાની મોટી અને એન્ડવેચર દુનિયાને ઝલક બહુ મસ્ત બતાવવામાં આવી છે. ટ્રેલરે ફિલ્મના ઓડિયન્સના ઉત્સાહને એક અલજ લેવલ પર પહોંચાડી દીધો છે. આમાં જો હૃતિકના ડેશિંગ અવતારની અને સૈફના કુલ કોપ સ્ટાઇલની વાત કરવામાં આવે તો એ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો છે. આ ટ્રેલરમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવવાનું કારણ બન્યું છે.

    " isDesktop="true" id="1248622" >

    આ પણ વાંચો: હૃતિક રોશન ફેન પર થયો જબરો ગુસ્સે, જાહેરમાં કર્યુ એવું કે...

    ટ્રેલર છે દમદાર


    ઉલ્લેખનીય છે કે, આ ટ્રેલર હાલમાં ટોપ 1 પર ટ્રેન્ડ કરી રહ્યું હતુ, જ્યારે હવે ટોપ 3 પર પહોંચી ગયુ છે. 30 સપ્ટેમ્બરના રોજ ફિલ્મને રિલીઝ કરવામાં વાત કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર દમદાર છે, જેમાં સૈફ અને હૃતિક એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો: સ્ટાઈલના ચક્કરમાં આલિયાની 'ઉપ્સ મોમેન્ટ' કેમેરામાં કેદ થઈ

    વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરના રિલીઝ થશે


    વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સીરીઝ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે ફ્રાઇડે ફિલ્મવર્ક્સ એન્ડ જીયો સ્ટુડિયોઝ અને વાયનોટ સ્ટૂડિયોઝ પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ પુષ્કર અને ગાયત્રી દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ ભૂષણ કુમાર અને એસ શશિકાંત નિર્મિત છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ દેશ અને દુનિયાના મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર જોતા એવું લાગી રહ્યું છે કે મુવી પણ એટલી જ જોરદાર હશે. જો કે અનેક લોકોએ તો ટ્રેલર જોયા પછી મુવી જોવા જવાનું નક્કી કરી દીધું છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Movie Trailer, Trailer out, ટ્રેલર, બોલિવૂડ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन