Home /News /entertainment /Vikram Vedha Vs PS-I:બિગેસ્ટ ઓપનિંગ માટે તૈયાર છે વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-1, કમાણીની રેસમાં કોની થશે જીત?

Vikram Vedha Vs PS-I:બિગેસ્ટ ઓપનિંગ માટે તૈયાર છે વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-1, કમાણીની રેસમાં કોની થશે જીત?

બંને ફિલ્મો આજે બોક્સ ઓફિસ પર ટકરાશે

સાઉથ Vs બોલિવૂડ, આજે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થશે, જેને લઈને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી છે. એક તરફ હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ‘વિક્રમ વેધા’, જે આ જ ટાઈટલવાળી દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને બીજી તરફ છે ‘પોન્નિયિન સેલવન-1’

વધુ જુઓ ...
    સાઉથ Vs બોલિવૂડ, આજે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થશે, જેને લઈને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી છે. એક તરફ હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ‘વિક્રમ વેધા’, જે આ જ ટાઈટલવાળી દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને બીજી તરફ છે ‘પોન્નિયિન સેલવન-1’ (Ponniyin Selvan: I ), જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan),તૃષા કૃષ્ણનન, કાર્થી. વિક્રમ, જયમ રવિ અને શોભિતા ધુલિપાલા જેવા સ્ટાર્સ છે. મણિરત્નમ નિર્દેશિત ‘પોન્નિયિન સેલવન 1’ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં એ વાતની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે આખરે તે કઈ ફિલ્મ હશે જે કમાણીની રેસમાં આગળ નીકળશે.

    વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-1 બંને ફિલ્મો અલગ અલગ જોનરની છે, પરંતુ તેમ છતાં બંને એક જ દિવસે રિલીઝ થવાના કારણે એ વાતનું જોખમ છે કે બંને ફિલ્મો એકબીજાની કમાણીને અસર કરી શકે છે. વિક્રમ વેધા જોખમમાં હોવાનું એક કારણ એ પણ છે કે તે દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રિમેક છે, જેના કારણે દર્શકો પહેલાથી ફિલ્મની કહાની વિશે જાણે છે, બીજી તરફ પોન્નિયિન સેલવન-1 એક નવી કહાની છે, આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મને દર્શકો જોવા જઈ શકે છે.

    આ પણ વાંચોઃસૈફ-હૃતિકથી માંડી રાધિકા સુધી, વિક્રમ વેધા માટે આ સ્ટાર્સને કરોડોની ફી મળી છે

    વિક્રમ વેધા અને પોન્નિયિન સેલવન-1, બંનેમાં ઘણો તફાવત છે. જેમાંથી પહેલો ફિલ્મનો બજેટનો છે. એક તરફ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોન્નિયિન સેલવન 1 500 કરોડના બજેટમાં બનેલી છે, તો બીજી તરફ વિક્રમ વેધાનું બજેટ 175 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટને અંદાજ છે કે ડાયરેક્ટર મણિરત્નમની PS 1 કલેક્શનની બાબતમાં વિક્રમ વેધા પર ભારે પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે PS 1ની પહેલા દિવસની કમાણી 20થી 25 કરોડ અને વિક્રમ વેધાની 18થી 20 કરોડની વચ્ચે હોય શકે છે.



    થોડા દિવસ પહેલા KGF ચેપ્ટર 2, આરઆરઆર અને વિક્રમ સહિત એવી ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મો રિલીઝ થઈ, જે બોલિવૂડ ફિલ્મો પર ભારે સાબિત થઈ. આવી સ્થિતિમાં પોન્નિયિન સેલવન-1 વિક્રમ વેધા પર ભારે પડે તેવી સંભાવના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મહાક્લેશથી હૃતિક રોશન ઘણો પરેશાન છે, પરંતુ હૃતિક રોશને સ્પષ્ટ કરી દીધું છે કે તેણે આ મહાસંગ્રામના કારણે કોઈ ટેન્શન નથી. જો કે, દર્શકોનું દિલ પોન્નિયિન સેલવન 1 પર આવે છે અથવા વિક્રમ વેધા પર, તે થોડા જ કલાકમાં ખબર પડી જશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Hrithik roshan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन