Home /News /entertainment /વિક્રમ ગોખલેના નિધનની વાત પર પત્નીએ કહ્યું, 'હજી તે જીવે છે'

વિક્રમ ગોખલેના નિધનની વાત પર પત્નીએ કહ્યું, 'હજી તે જીવે છે'

વિક્રમ ગોખલે અને પત્નીની ફાઇલ તસવીર

વિક્રમ ગોખલેના પત્ની વૃષાલીએ જણાવ્યું કે, 'હાલ વેન્ટિલેટર પર છે. તેમનું સ્વાસ્થય જોઇને આજે એટલે ગુરૂવારે ડોક્ટરો નક્કી કરશે કે શું કરવું.'

    મુંબઇ: બુધવારે રાતથી વિક્રમ ગોખલેના નિધનના સમાચાર ચર્ચામાં છે. જ્યારે આ અંગે તેમની પત્ની વૃષાલીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે હજી જીવિત છે. ગઈકાલે બપોરે (બુધવારે) તે કોમામાં સરી ગયા હતા. જ્યાર બાદ તેમણે સ્પર્શનો રિસ્પોન્ડ આપવાનું પણ બંધ કરી દીધું હતુ. તેઓ હાલ વેન્ટિલેટર પર છે. તેમનું સ્વાસ્થય જોઇને આજે એટલે ગુરૂવારે ડોક્ટરો નક્કી કરશે કે શું કરવું."

    શ્રીમતી ગોખલેએ ખુલાસો કર્યો કે, "વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો પરંતુ ફરીથી ખરાબ થવા લાગ્યું. તેમને હૃદય અને કિડનીને લગતી સમસ્યાઓ છે. આ ક્ષણે, તેમને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર છે."

    બંને દીકરીઓ મુંબઇમાં


    વૃષાલી ગોખલેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "તેમનો પતિ 77 વર્ષના છે અને 82 વર્ષના નથી. સાન ફ્રાન્સિકોથી મારી દીકરી આવી ગઇ છે. બીજી દીકરી અહીં મુંબઈમાં જ રહે છે."

    આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની દીકરીની જુઓ પહેલી તસવીર

    નિધનનાં સમાચાર ફેલાયા


    બુધવારે સમાચાર આવ્યા હતા કે, અભિનેતાની હાલત ખૂબ જ ગંભીર છે. થોડા દિવસો પહેલા વિક્રમ ગોખલેને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઢ અભિનેતાના અવસાનના સમાચાર ફાલાયા બાદ સોશિયલ મીડિયા પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. ફેન્સ દિવંગત અભિનેતાને સતત શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે તેમની પત્નીએ આપેલા સમાચાર બાદ ફેન્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

    આ પણ વાંચો : એડલ્ટ સ્ટારે બેડરૂમમાં ટ્રોફી સાથે લીધી સેલ્ફી

    પરિવાર પણ હિન્દી સિનેમા સાથે જોડાયેલો


    મહત્ત્વનું છે કે, વિક્રમ ગોખલેના પરિવારનો હિન્દી સિનેમા સાથે ઘણો જૂનો સંબંધ છે. તેમની માતા હિન્દી સિનેમાની પ્રથમ ભારતીય કલાકાર હતી અને એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે, તેમની દાદીએ હિન્દી સિનેમામાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેનું દિગ્દર્શન દાદાસાહેબ ફાળકે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે.



    તેમના પિતા ચંદ્રકાંત ગોખલેએ પણ 50થી વધુ મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bollywood actor, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन