વિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'

વિક્રમ ભટ્ટે ખોલી બોલિવૂડની પોલ, બોલ્યા- મોટી પાર્ટીમાં ટ્રેમાં પીરસાય છે 'ડ્રગ્સ'
વિક્રમ ભટ્ટ, ડિરેક્ટર

વિક્રમ ભટ્ટનાં (Vikram Bhatt on Drugs) જણાવ્યાં મુજબ, તેમણે પણ બોલિવૂડની મોટી મોટી પાર્ટીઝમાં ડ્રગ્સ (Drugs) અંગે ઘણું સાંભળ્યું છે, પણ ક્યારેય કંઇ જોયુ નથી

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Sigh Rajput)નાં મોત મામલે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યાં બાદ દરેક તરફ આ વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કંગના રનૌટ (Kangana Ranaut)એ જોરે-શોરે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદથી બોલિવૂડમાં ડ્રગ્સ અંગે જાત ભતનાં ખુલાસાઓ થઇ રહ્યાં છે આ વચ્ચે ફિલ્મમેકર અને પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) બોલિવૂડમાં જારી ડ્રગ્સ પર પોતાનો મુદ્દો મુક્યો છે. વિક્રમ ભટ્ટ (Vikram Bhatt on Drugs) મુજબ, તેમણે બોલિવૂડની મોટી મોટી પાર્ટીઝ અંગે ઘણું બધુ સાંભળ્યું છે, પણ, ક્યારેય કંઇ જોયુ નથી.

  નવભારત ટાઇમ્સ સાથે વાતચીતમાં વિક્રમભટ્ટે કહ્યું કે, 'હું ઘણી મોટી મોટી પાર્ટીઝમાં ગયો છું, પણ એવી કોઇ પાર્ટીમાં નથી ગયો જ્યાં કોઇએ ડ્રગ્સ લીધુ હોય, ક્યારેક કોઇએ મને જણાવ્યું હતું કે, કેટલીક પાર્ટીમાં અલગ અલગ પ્રકારનાં ડ્રગ્સ ઓફર થાય છે. ડ્રગ્સને ટ્રેમાં સજાવીને પીરસવામાં આવે છે. એવામાં મેહમાન પોતાની પસંદનું ડ્રગ્સ લે છે અને તેનું સેવન કરે છે. પણ , મે જાતે આવું ક્યારેય જોયુ નથી.'  એટલું જ નહીં વિક્રમ ભટ્ટની દીકરી કૃષ્ણાએ આ વાત પર સહમતિ જણાવી હતી કે તેમણે પાર્ટીમાં નશીલી દવાઓનું સેવન કરવાં અંગે સાંભળ્યું છે. પણ ક્યારેય જાતે ડ્રગ્સનું સેવન નથી કર્યું. ન તો કોઇને આવું કરતાં જોયા છે. વિક્રમ ભટ્ટનાં જણાવ્યાં મુજબ, એક ઇન્ડસ્ટ્રી તરીકે બોલિવૂડમાં ડ્રગ્સ લેવું કંઇ મોટી વાત નથી. હાલમાં તે સેલિબ્રિટીઝને પકડવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે જે ચર્ચાઓમાં રહે છે.

  આ પણ વાંચો- Fact Check: 'દાઉદ' સાથે હાથ મિલાવતા નજર આવ્યાં અમિતાભ બચ્ચન, અભિષેક જણાવ્યું ફોટાનું સત્ય

  વિક્રમ ભટ્ટ કહે છે કે, હું એમ નથી કહેતો કે, ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનું સેવન નથી થતું. પણ , આ આખી દુનિયમાં થઇ રહ્યું છે તો, બોલિવૂડમાં પણ છે. આ કહેવું બાળક જેવું લાગશે કે, ડ્રગ્સ બોલિવૂડમાં ખાસ છે.' વિક્રમ ભટ્ટ પૂછે છે કે, શું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને ફક્ત બોલિવૂડ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ બની છે.
  Published by:Margi Pandya
  First published:September 19, 2020, 10:12 am

  ટૉપ ન્યૂઝ