બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અત્યારે પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં છે. હકીકતમાં લલિત મોદીએ ગુરુવાર (14 જુલાઈ)એ સુષ્મિતા સાથે પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા હતા, જેના પછી એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અત્યારે પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં છે. હકીકતમાં લલિત મોદીએ ગુરુવાર (14 જુલાઈ)એ સુષ્મિતા સાથે પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા હતા, જેના પછી એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો સુષ્મિતાને ગોલ્ડ ડિગર એટલે કે પૈસાની લાલચી કહેવા લાગ્યા છે. જો કે, હાલમાં જ એક્ટ્રેસે આ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે, પરંતુ હવે તેના સપોર્ટમાં તેનો એક્સ બોયફ્રેન્ડ વિક્રમ ભટ્ટ પણ આવી ગયો છે.
વિક્રમે એક્સ ગર્લફ્રેન્ડ સુષ્મિતાને સપોર્ટ કર્યો
વિક્રમે કહ્યું, સુષ્મિતા તે છેલ્લી વ્યક્તિ છે, જે કોઈને પ્રેમ કરતા પહેલા પોતાનું બેંક બેલેન્સ ચેક કરે છે. હું ફિલ્મ 'ગુલામ' ડાયરેક્શન કરી રહ્યો હતો, પરંતુ મારી પાસે પૈસા નહોતા. હું તે ક્યારેય નહીં ભૂલી શકું કે સુષ્મિતા તે વ્યક્તિ હતી જે મને અમેરિકા લઈ ગઈ અને તેણે મારી ટ્રિપનો બધો ખર્ચો ઉઠાવ્યો. જ્યારે અમે લોસ એન્જલ્સ પહોંચ્યા તો ત્યાં લિમોજીન કાર હતી અને હું આ જોઈ સરપ્રાઈઝ થઈ ગયો હતો. ત્યારે તેણે મને કહ્યું હતું કે તે અમેરિકામાં મારી એન્ટ્રીને સ્પેશિયલ બનાવવા માગતી હતી.
વિક્રમે સુષ્મિતાને લવ ડિગર કહી
વિક્રમે આગળ કહ્યું કે, સુષ્મિતા ગોલ્ડ ડિગર નહીં પરંતુ લવ ડિગર છે. મને લાગે છે કે કોઈની લાઈફની મજાક બનાવવી બીજા માટે એન્ટરટેઈનમેન્ટ છે. કોઈની સાથે થયેલી ટ્રેજડી લોકો માટે એન્ટરટેઈનમેન્ટ છે. જ્યારે કરિના કપૂરે સૈફ અલી ખાનની સાથે લગ્ન કર્યા, ત્યારે તે ટ્રોલ થઈ હતી. તેથી મને લાગે છે કે સમયની સાથે આ પણ ભૂલાઈ જશે, જો તમે સેલિબ્રિટી છો અને તમારો કોઈ નિર્ણય યુઝર્સને ફની લાગે છે, તો તેઓ તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે.
2 વર્ષ સુધી વિક્રમ-સુષ્મિતા રિલેશનશિપમાં હતા
વિક્રમ અને સુષ્મિતાનો સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો. રિપોર્ટ્સના અનુસાર, બંને પહેલી વખત 'દસ્તક' ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને તે સમયે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. વિક્રમ, સુષ્મિતા કરતાં 7 વર્ષ મોટો છે. રિપોર્ટ્સના અનુસાર, વિક્રમની સાથે એક્ટ્રેસનું એક્સ્ટ્રામેરિટલ અફેર હતું. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર