VIDEO:'મનમર્ઝીયા'નું ટ્રેલર રિલીઝ, જુઓ તાપસી, વિકી અને અભિનો હટકે રોલ

News18 Gujarati
Updated: August 9, 2018, 2:22 PM IST
VIDEO:'મનમર્ઝીયા'નું ટ્રેલર રિલીઝ, જુઓ તાપસી, વિકી અને અભિનો હટકે રોલ
ફિલ્મનું ટ્રેલર ખુબજ બોલ્ડ કન્ટેન્ટથી ભરેલું છે. તેમાં પહેલી વખત એક સાથે નજર આવેલાં વિક્કી કૌશલ અને તાપસી પન્નુની હોટ કેમેસ્ટ્રી જામે છે.

ફિલ્મનું ટ્રેલર ખુબજ બોલ્ડ કન્ટેન્ટથી ભરેલું છે. તેમાં પહેલી વખત એક સાથે નજર આવેલાં વિક્કી કૌશલ અને તાપસી પન્નુની હોટ કેમેસ્ટ્રી જામે છે.

  • Share this:
મુંબઇ: 14 સ્પટેમ્બરનાં રિલીઝ થશે વિક્કી કૌશલ, તાપસી પાન્નુ અને અભિષેક બચ્ચનની ફિલ્મ 'મનમર્ઝિયા' આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. બોલ્ડ કન્ટેન્ટથી ભરેલું ટ્રેલર એક એવાં આશિકની કહાની છે જે રૂમી (તાપસી પન્નુ)થી ખુબજ પ્રેમ કરે છે. પણ લગ્નની વાત આવે તો ડરે છે. તેની જવાબદારી ઉઠાવવાથી ભાગે છે. ત્યારે તાપસી એક પંજાબી મુડ્ડા રોબી (અભિષેક બચ્ચન) સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. ફિલ્મનું ટ્રેલર ખુબજ બોલ્ડ કન્ટેન્ટથી ભરેલું છે. તેમાં પહેલી વખત એક સાથે નજર આવેલાં વિક્કી કૌશલ અને તાપસી પન્નુની હોટ કેમેસ્ટ્રી જામે છે.

બોલ્ડ અને કોમિક ડાઇલોગ્સથી ભરપૂર મનમર્ઝિયાનું ટ્રેલર ઘણું જ પ્રોમિસિંગ છે. ટ્રેલરનાં એન્ડમાં તાપસી અને અભિષેક હનીમૂન પર છે અને અભિષેકની કાકીનો ફોન આવે છે જેમાં તાપસી તેની કાકીને ટોન્ટમાં આ વાત કહે છે કે અભિષેક હનીમૂનની સૌથી જરૂરી વસ્તુ કોન્ડોમ લાવવાનું જ ભૂલી ગયો છે.

અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 'મનમર્ઝિયા' 14 સેપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ અનુરાગ કશ્યપે આનંદ એલ રાયની સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.

First published: August 9, 2018, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading