Home /News /entertainment /

'બિગ બોસ'માં જીતેલી પ્રાઇઝ મની આ બંને કંટેસ્ટંટમાં બરાબર વહેંચી દેશે વિકાસ

'બિગ બોસ'માં જીતેલી પ્રાઇઝ મની આ બંને કંટેસ્ટંટમાં બરાબર વહેંચી દેશે વિકાસ

સૌ કોઇ જાણે છે કે વિકાસ પાસે પૈસાની કોઇ કમી નથી. તે એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે

સૌ કોઇ જાણે છે કે વિકાસ પાસે પૈસાની કોઇ કમી નથી. તે એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે

    મુંબઇ: ટીવી રિયાલિટી શો બિગ બોસમાં માસ્ટર માઇન્ડ તરીકે ફેમસ વિકાસ ગુપ્તાએ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. સૌ કોઇ જાણે છે કે વિકાસ પાસે પૈસાની કોઇ કમી નથી. તે એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેવામાં ઘરની બહાર આવતા જ વિકાસની દરિયાદિલી પણ સામે આવી છે

    બિગ બોસનાં અંતિમ ટાસ્કમાં વિકાસ સિટીમાં માસ્ટર માઇન્ડે 6 લાખ રૂપિયા જીત્યા હતાં. હાલમાં એક વેબસાઇટને આપેલાં ઇન્ટરવ્યુંમાં વિકાસે કહ્યું કે, તે આ ઇનામની રકમમાં મળેલા રૂપિયાને અર્શી અને જ્યોતીમાં સરખે ભાગે વેચી દેશે.

    જીતેલી ઇનામને બંને વચ્ચે સરખે ભાગે વહેચવાનું કારણ પુછતા વિકાસે કહ્યું કે, ઘરની અંદર અર્શી અને જ્યોતી સાથે મારે સારુ બનતું હતું. જ્યોતિ આખા ઘર સામે મારા માટે દિવાલની જેમ ઉભી થઇ જતી. તેણે મને ત્યારે સાથ આપ્યો જ્યારે આખુ ઘર મારા વિરોધમાં હતું. તે મને વિકાસ ભાઇ કહીને બોલાવતી હતી. તે 20 વર્ષની છોકરીએ મને ઘરમાં રહેવાની પ્રેરણા આપી હતી.

    જ્યોતિ બિહારની રહેવાસી છે અને તે ઘણી આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરે છે. તેમજ અર્શી વિશે વાત કરતાં વિકાસે કહ્યું કે, આખા ઘરમાં મારી સૌથી વધુ કેર તે કર છે. તે અંત સુધી મારી સાથે હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arshi khan, Bigg Boss 11, Jyoti Kumar, Vikas city task Money, Vikas Gupta

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन