દેશભરમાં હાલ #MeTooનું અભિયાન ચાલી રહ્યું છે. જ્યાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં વિકાસ બહલ પર 3 છોકરીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
વિકાસ બહલ પર વર્ષ 2015માં બનેલી ફિલ્મ બોમ્બે વેલવેટના પ્રમોશન દરમિયાન એક મહિલા ક્રૂ મેમ્બરની સાથે ખરાબ વ્યવહાર કરી અને છેડતી કરવાનો આરોપ લાગ્યો છે.
સાથે જ વિકાસના પાર્ટનર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ પણ આ વાતને સાચી ગણાવી છે. જ્યાં વિકાસે પોતાની વાત કરતા કહ્યું કે #MeToo અભિયાનની આડમાં મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વિકાસ બહલે આ મામલામાં અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્યને નોટિસ મોકલી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની ટ્વિટ પ્રમાણે આખા મામલામાં વિકાસ બહલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.
The notice also states that the tweet made by Anurag Kashyap & Vikramaditya Motwane is a result of professional jealousy & with the sole intent to defame #VikasBahl, malign his image & destroy his career. https://t.co/am7LQF4527
તમને જણાવીએ છે કે વિકાસએ આ નોટિસમાં અનુરાગ અને વિક્રમાદિત્યે તેમની સામે તમામ ટ્વિટસ હટાવવાની વાત કહી છે. આ સાથે સોશિઅલ મીડિયા પર તેમને માફી માંગવાની વાત કરી છે.