શાહરૂખ ખાનની ફિલ્મમાં તમિલ સુપરસ્ટાર વિજય કરશે કેમિયો

SRK અને સુપરસ્ટાર વિજય

Superstar Vjay Cameo in Shahrukh Khan movie: તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને થલાપથી તરીકે જાણીતા અભિનેતા વિજય (Vijay) આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે કેમિયો કરશે અને બંને સ્ક્રિન શેર કરશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન હાલ પ્રખ્યાત સાઉથ ફિલ્મ નિર્માતા એટલીની આગામી ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લેડી સુપરસ્ટાર નયનતારા પણ જોવા મળશે. બિગિલ અને મેર્સલ જેવી ફિલ્મો માટે જાણીતા એટલી પોતાના આ નવા પ્રોજેક્ટ સાથે તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મ રસીયાઓ આ કોલાબ્રેશન જોવા માટે ખૂબ ઉત્સાહિત છે, પરંતુ આ દરમિયાન વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. Superstar Vjay Cameo in Shahrukh Khan movie: તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને થલાપથી તરીકે જાણીતા અભિનેતા વિજય (Vijay) આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે કેમિયો કરશે અને બંને સ્ક્રિન શેર કરશે.

  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  અગાઉ બોલીવૂડમાં ચર્ચા હતી કે, શાહરૂખ ખાન વિજયની ફિલ્મ બિગિલમાં કેમિયો કરશે. જોકે, અહેવાલો ખોટા સાબિત થતા ફેન્સ ભારે નિરાશ થયા હતા. પણ એટલી આ વખતે શાહરૂખ અને વિજયને એકસાથે એક જ પડદા પર લાવવા માટે ખૂબ ઉત્સાહિ છે. વિજય અને એટલીની જોડીએ બેક-ટુ-બેક 3 ફિલ્મો એકસાથે કરી છે. જેમાં થેરી, મેર્સલ અને બિગિલ સામેલ છે.

  શાહરૂખ અને નયનતારા દેખાયા સાથે- આ ચર્ચાઓનું બજાર ગરમ છે, ત્યાં આ દરમિયાન પુણેમાં નયનતારા અને શાહરૂખ ખાન એક સાથે નજરે પડ્યા હતા. અહેવાલો અનુસાર, ટીમ 10 દિવસ માટે પુણેમાં શૂટિંગ કરશે. નયનતારા અને એટલી બે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે, જેમાં રાજા રાની અને બિગિલ સામેલ છે. આ ફિલ્મની કાસ્ટ એકદમ શાનદાર હોવાનું જણાઇ રહ્યું છે. જેમાં સાન્યા મલ્હોત્રા, સુનિલ ગ્રોવર અને પ્રિયામની સામેલ છે. તેલુગુ અભિનેતા રાણા દુગ્ગાબત્તી પણ બાદમાં શૂટિંગમાં જોડાય તેવી શક્યતાઓ છે.

  આ પણ વાંચો-Drugs Case: ઇડી ઓફિસ પહોચ્યો Ravi Teja,રકુલપ્રીત સિંહ અને રાણા દગ્ગુબતીની પણ થઇ પૂછપરછ

  પઠાણના સેટ પર દેખાયા કિંગ ખાન- અન્ય વર્ક ફ્રન્ટ પર શાહરૂખ ખાન યશ રાજ ફિલ્મ્સની આગામી એક્શન થ્રીલર ફિલ્મ પઠાણના સેટ પર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દિપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેણે રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત સોશ્યલ ડ્રામા પણ સાઇન કર્યો છે. આ ફિલ્મમાં કાજોલ અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  બીજી તરફ વિજય હાલમાં નેલ્સન દિલીપ કુમારની બીસ્ટનું શુટિંગ કરી રહ્યો છે. તે વામશી પેડીપલ્લીની અપકમિંગ ફિલ્મમાં પણ જોવા મળશે.
  Published by:Margi Pandya
  First published: