Home /News /entertainment /

સારા અલી ખાનને ડેટ કરવા બાબતે વિજય દેવરકોંડાનો ખુલાસો: મેં તેને મેસેજ કર્યો પણ...

સારા અલી ખાનને ડેટ કરવા બાબતે વિજય દેવરકોંડાનો ખુલાસો: મેં તેને મેસેજ કર્યો પણ...

સારાને લઈને વિજય દેવરાકોંડાનો ઘટસ્ફોટ.

સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Devarakonda) તેલુગુ સિનેમાના ટોચના સ્ટાર પૈકીનો એક છે. અત્યાર સુધીમાં વિજયે ઘણી સુપરહિટ ફિલ્મો (Vijay Devarakonda movies) આપી છે.

    સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Devarakonda) તેલુગુ સિનેમાના ટોચના સ્ટાર પૈકીનો એક છે. અત્યાર સુધીમાં વિજયે ઘણી સુપરહિટ ફિલ્મો (Vijay Devarakonda movies) આપી છે. આ સાથે જ વિજય આજકાલ પોતાની આવનારી ફિલ્મ લાઈગર (Liger)ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.

    ફિલ્મ રિલીઝ પહેલા વિજય કરણ જોહરના ટોક શો 'કોફી વિથ કરન'ના કારણે થોડો વધારે ચર્ચામાં આવી ગયો છે. શોમાં ફિલ્મની સાથે જ વિજયે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરી છે. થોડા સમય પહેલા સારા અલી ખાને તે વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગતી હોવાનું કહ્યું હતું. જે અંગે વિજયને પૂછવામાં આવ્યું તો આના પર વિજયે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો.

    સારાને કર્યો હતો મેસેજ પણ..

    વિજય દેવેરાકોંડાને 'કોફી વિથ કરણ' શોમાં સારા વિશે સવાલ કરવામાં આવ્યા હતા. કરણે વિજયને સારા અલી ખાનને ડેટ કરવાનું પસંદ કરીશ? તેવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં વિજયે એક ઝાટકે જવાબ આપ્યો હતો કે, કોફી વિથ કરણ'નો સારા એપિસોડ જોતા જ મેં તેને મેસેજ કર્યો હતો. વિજય ઉમેરે છે કે, હું 'રિલેશનશિપ' શબ્દ યોગ્ય રીતે બોલી પણ શકતો નથી, તો હું તેમાં કેવી રીતે હોઈ શકું? વિજયનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

    અહી ઉલ્લેખનિય છે કે, વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિજયની સામે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે લીડ રોલમાં છે. આ ફિલ્મના ટ્રેલર ઉપરાંત અત્યાર સુધીમાં અકડી-પકડી અને વાટ લગા દેંગેના જેવા બે ગીત રિલીઝ થઈ ચૂક્યા છે. આ સાથે જ આ ફિલ્મનું ત્રીજું ગીત હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિજય દેવેરાકોંડા ફાઇટરનો રોલ કરી રહ્યા છે અને આ સાથે જ તેનું બૉલીવુડ ડેબ્યુ પણ થવા જઇ રહ્યું છે.

    આ ફિલ્મમાં વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે ઉપરાંત અભિનેત્રી સૌમ્યા કૃષ્ણન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં થિયેટરોમાં રિલીઝ થશે. સાથે જ માઈક ટાયસન આ ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહ્યા છે. આજકાલ ફિલ્મની આખી ટીમ જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. વિજય અને અનન્યા પાંડેની આ ફિલ્મની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Sara ali khan, Vijay Deverakonda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन