Home /News /entertainment /

વિજય દેવરાકોંડા આખરે કેમ રૂ.199 ચપ્પલ પહેરીને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે? કારણ જાણી ચોંકી જશો

વિજય દેવરાકોંડા આખરે કેમ રૂ.199 ચપ્પલ પહેરીને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે? કારણ જાણી ચોંકી જશો

એક્ટર ચપ્પલ પહેરીને પ્રમોશન કરી રહ્યો છે.

અત્યારે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મ લાઈગરના પ્રેમોશનમાં વ્યસ્ત છે. બંને અનેક સ્થળ પર જઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મથી જ વિજય બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. પરંતુ, શું એક વસ્તુ નોટિસ કરી કે, વિજય પ્રમોશન સમયે એક જ ચપ્પલામાં જોવા મળી રહ્યો છે અને આ ચપ્પલની કિંમત હજારોમાં તો બિલકુલ પણ નથી. માત્ર 199 રૂપિયાના ચપ્પલ પહેરી વિજય દેવરકોંડા પોતાની આગામી ફિલ્મનું પ્રેમોશન કરી રહ્યો છે

વધુ જુઓ ...
    અત્યારે વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મ લાઈગરના પ્રેમોશનમાં વ્યસ્ત છે. બંને અનેક સ્થળ પર જઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મથી જ વિજય બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. પરંતુ, શું એક વસ્તુ નોટિસ કરી કે, વિજય પ્રમોશન સમયે એક જ ચપ્પલામાં જોવા મળી રહ્યો છે અને આ ચપ્પલની કિંમત હજારોમાં તો બિલકુલ પણ નથી. માત્ર 199 રૂપિયાના ચપ્પલ પહેરી વિજય દેવરકોંડા પોતાની આગામી ફિલ્મનું પ્રેમોશન કરી રહ્યો છે. પરંતુ આવું કેમ કરી રહ્યો છે?

    વિજયની ખાસ ચપ્પલ

    વિજય દેવવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’ આ મહિને 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશનમાં અનન્યા અને વિજય જબરદસ્ત વ્યસ્ત છે. પરંતુ આ પ્રમોશનમાં વિજયના ચપ્પલ વધારે ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં જ્યારે તે સૌથી પહેલા ચપ્પલમાં જોવા મળ્યો ત્યારે રણવીર સિંહનું તેના પર ધ્યાન ગયું, અને ત્યારે તેના 199 રૂપિયાના ચપ્પલ પર બધાનું ધ્યાન ગયું. વિજય હવે દરેક ઈવેન્ટમાં આજ ચપ્પલમાં જોવા મળી રહ્યો છે. હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે.




    વિજયનો એક્સપિરિમેન્ટ

    વિજય દેવરાકોંડા પોતાના પ્રમોશનમાં મોટાભાગે ટીશર્ટ્સ, ચપ્પલ અને નોર્મલ પેન્ટ્સ અથવા પછી જોગર્સમાં જોવા મળે છે. જ્યારે અનન્યા ઘણી હોટ જોવા મળી રહી છે તેમજ વિજય એકદમ રિલેક્સ લુકમાં જોવા મળે છે. પિંકવિલાના એક રિપોર્ટ પ્રમાણે, વિજયની સ્ટાઈલિસ્ટ હરમન કૌરે જણાવ્યું કે, વિજય આવું જાણી જોઈને કરી રહ્યો છે કેમ કે તે પ્રમોશનમાં પોતાનો લુક ફિલ્મના કેરેક્ટરથી મળતો આવે તેવો રાખવા માગે છે. હરમને જણાવ્યું કે, વિજયે પ્રમોશનલ લુક્સ માટે આ ખાસ ચપ્પલ મગાવ્યા છે.

    વિજયની પાછળ ફેન્સ પાગલ છે

    વિજય દેવરાકોંડાને લઈને ફેન્સ ઘણા ક્રેઝી છે. કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરન'માં આવ્યા પછી વિજય વિશે જાણવા માટે લોકો ઉત્સુક થઈ ગયા છે. સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરે પણ સ્પષ્ટતા કરી છે કે તેમને વિજય પર ક્રશ છે. એટલું જ નહીં અનન્યા પાંડેએ પણ ખુલાસો કર્યો કે તે વિજયને લાઈન મારી રહી હતી, પરંતુ તેણે ભાવ ન આપ્યો. ઉલ્લેખનીય છે કે વિજય દેવરાકોંડાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ રશ્મિકા પણ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવાની છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ananya panday, Vijay Deverakonda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन