ગુરુવારે હૈદરાબાદમાં એક મોટી ઈવેન્ટની સાથે અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)ની અપકમિંગ ફિલ્મ 'લાઈગર'નું ટ્રેલર (Liger Trailer) રિલીઝ થઈ ગયું. સાંજે આ ફિલ્મના પ્રમોશન માટે વિજય દેવરકોંડા ફિલ્મની સ્ટારકાસ્ટની સાથે મુંબઈ પહોંચ્યો હતો. આ ઈવેન્ટમાં જ્યાં અનન્યા પાંડેના રિવીલિંગ ડ્રેસે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, તો વિજયના કેઝ્યુઅલ લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ગુરુવારે હૈદરાબાદમાં એક મોટી ઈવેન્ટની સાથે અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)ની અપકમિંગ ફિલ્મ 'લાઈગર'નું ટ્રેલર (Liger Trailer) રિલીઝ થઈ ગયું. સાંજે આ ફિલ્મના પ્રમોશન માટે વિજય દેવરકોંડા ફિલ્મની સ્ટારકાસ્ટની સાથે મુંબઈ પહોંચ્યો હતો. આ ઈવેન્ટમાં જ્યાં અનન્યા પાંડેના રિવીલિંગ ડ્રેસે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, તો વિજયના કેઝ્યુઅલ લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સિમ્પલ ટીશર્ટની શાથે કાર્ગો પેન્ટ અને ચપ્પલ પહેરીને વિજય પોતાની ફિલ્મના ટ્રેલર લોન્ચમાં પહોંચ્યો હતો.
રણવીર સિંહે વિજય દેવરકોંડાની મજાક ઉડાવી
ફિલ્મ 'લાઈગર' ના ટ્રેલર માટે મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં અનન્યા પાંડે, વિજય દેવરકોંડા અને કરણ જોહર સિવાય ગેસ્ટ તરીકે રણવીર સિંહ પણ પહોંચ્યો હતો. રણવીરે આ ઈવેન્ટમાં પોતાના ડાન્સ અને અંદાજથી ઈવેન્ટમાં ઘણી મસ્તી કરી હતી, જ્યારે બધાનું ધ્યાન વિજયની ચપ્પલ પર હતું. રણવીરે કહ્યું, ભાઈની સ્ટાઈલ તો જુઓ, એવું લાગી રહ્યું છે કે, તે મારા ટ્રેલર લોન્ચ પર આવ્યો છે અથવા હું તેના ટ્રેલર લોન્ચ પર આવ્યો છું.
રણવીરે વિજય દેવરકોંડાની તુલના જ્હોન અબ્રાહમ સાથે કરી દીધી, જે ઈવેન્ટ્સમાં ચપ્પલમાં જોવા મળે છે. બીજી તરફ રણવીરે કાળા કલરની ટી-શર્ટ અને પ્રિન્ટેડ બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું, જેને સિલ્વર-ગ્રે જેકેટ અને બ્લેક બૂટ પહેર્યા હતા. તેમજ રણવીર સિંહે આ ઈવેન્ટમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણના બીજા એપિસોડની પણ ચર્ચા કરી જેમાં સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર જોવ મળ્યા હતા. આ ચેટ શોમાં સારાએ વિજયને ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતની મજાક ઉડાવતા રણવીર સિંહે કહ્યું કે, નોર્થ ઈન્ડિયામાં વિજયની ઘણી ડિમાન્ડ છે.
આ ઈવેન્ટમાં વિજયે કહ્યું, હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે આ ઈન્ડસ્ટ્રીને ઉત્તર અથવા દક્ષિણ નહીં પરંતુ ભારતીય સિનેમા કહેવામાં આવશે અને આપણે ભારતીય અભિનેતા છીએ. આ જ વાસ્તવિકતા છે જેની તરફ આપણે જોવું જોઈએ.
આ પ્રસંગે વિજય દેવરકોંડાની કો-સ્ટાર અનન્યા પાંડે અને લાઈગરના ડાયરેક્ટર પૂરી જગન્નાથ પણ હાજર હતા. લાઈગરમાં વિજય મુંબઈના એક અન્ડરડોગ ફાઈટરના રોલમાં જોવા મળશે, જે એક એમએમએ ચેમ્પિયનશિપમાં ભાગ લે છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 25 ઓગસ્ટે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર