Home /News /entertainment /

Koffee with Karan: વિજય દેવરાકોંડાની સેક્સ લાઈફ કેવી છે? શું અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે

Koffee with Karan: વિજય દેવરાકોંડાની સેક્સ લાઈફ કેવી છે? શું અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે કોફી વિથ કરણના આગામી એપિસોડમાં જોવા મળશે.

કોફી વિથ કરણ (Koffee with Karan)ના લેટેસ્ટ એપિસોડમાં હવે તે એક્ટર ગેસ્ટ બનીને આવવાનો છે, જેની અગાઉના એપિસોડમાં ઘણી વાતો થઈ હતી. કરણ જોહરના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘લાઈગર’ (Liger)ની લીડ કાસ્ટ એટલે કે એક્ટર વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday)આ શોના આગામી એપિસોડમાં જોવા મળશે.

વધુ જુઓ ...
    કોફી વિથ કરણ (Koffee with Karan)ના લેટેસ્ટ એપિસોડમાં હવે તે એક્ટર ગેસ્ટ બનીને આવવાનો છે, જેની અગાઉના એપિસોડમાં ઘણી વાતો થઈ હતી. કરણ જોહરના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘લાઈગર’ (Liger)ની લીડ કાસ્ટ એટલે કે એક્ટર વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday)આ શોના આગામી એપિસોડમાં જોવા મળશે. શોના ચોથા એપિસોડના એક પ્રમોશનલ વીડિયોમાં વિજય દેવરાકોંડા પોતાના કૂલ અંદાજમાં જોવા મળી રહ્યો છે. શોના નવા પ્રોમોમાં કરણ, અનન્યા અને વિજયની સાથે ઘણી ‘બેડરૂમ ટોક્સ’ કરતો જોવા મળી રહ્યો છે.

    પ્રોમોની શરૂઆતમાં વિજય તથા અનન્યાને સારા તથા જાહન્વી શોમાં આવ્યા હતા તે ક્લિપ બતાવવામાં આવે છે. ક્લિપમાં સારા કહે છે કે વિજય દેવરાકોંડા તેનો ક્રશ છે. આ વાત સાંભળતા વિજય શરમાઈ જાય છે. ત્યારબાદ કરન એક્ટરને સવાલ કરે છે કે તેને ચીઝ ગમે છે? આ સવાલ સાંભળીને વિજય કહે છે કે તેને ખ્યાલ છે કે હવે આ શો ક્યાં જવાનો છે. તે સાથે જ હોટ સુપસ્ટાર શોમાં પોતાના લવ ઈન્ટેરસ્ટ, ઈન્ડિયાના હાર્ટથ્રોબ બનાવવાથી લઈ ઘણા અન્ય ટોપિક્સ પર વાત કરતો જોવા મળશે જે તેને ક્યારેય નથી કરી.

    પ્રોમોમાં કરને અનન્યાને સવાલ કર્યો હતો કે તેની પાર્ટીમાં (કરને 25 મેના રોજ 50મી બર્થડે પાર્ટી આપી હતી) તે અને આદિત્ય રોય કપૂર સાથે શું કરતાં હતાં? આ સવાલ સાંભળીને અનન્યા એમ કહે છે કે કરને કંઈ જ જોયુ નથી. કરનની વાત સાંભળીને વિજય દેવરાકોંડા હસવા લાગે છે. ઉલ્લેખનીય છે કે 2020 ફિલ્મ 'ખાલી પીલી'ના શૂટિંગ દરમિયાન અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટર વચ્ચે સંબંધો હતા. જોકે, થોડાં સમય પહેલાં જ અનન્યા તથા ઈશાનનું બ્રેકઅપ થયું હતું. અનન્યાનું નામ હવે આદિત્ય રોય કપૂર સાથે ચર્ચાઈ રહ્યું છે. જો કે અનન્યા આ અંગે શું જવાબ આપશે એ તો એપિસોડમાં જ ખબર પડશે.

    રેપિડ ફાયર રાઉન્ડમાં કરને વિજય દેવરાકોંડાને સેક્સ્યુઅલ લાઇફ અંગે સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે તેણે છેલ્લે ફિઝિકલ રિલેશન ક્યારે બાંધ્યા હતા? આ સવાલ સાંભળીને એક્ટરે જવાબ આપ્યો હતો કે અબોર્ટ અબોર્ટ. જોકે, અનન્યા પાંડેએ કહ્યું હતું કે તે અંદાજો લગાવીને જવાબ આપી શકે છે કે આજે સવારે. કરન જોહરે અનન્યાનું અંગ્રેજી વ્યાકરણ સુધારીને કહ્યું હતું કે આજની સવાર આવે. વિજય આ સાંભળીને શરમાઈ જાય છે. આ શોનો નવો એપિસોડ 28 જુલાઈની સાંજે 7 વાગે સ્ટ્રીમ થશે.

    'લાઇગર'ના પ્રમોશનમાં વ્યસ્ત

    વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા બોક્સરના રોલમાં જોવા મળશે. રામ્યા કિષ્નન એક્ટરની માતાના રોલમાં છે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં બોક્સિંગ લિજેન્ડ માઇક ટાયસન પણ છે. આ ફિલ્મથી વિજય બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મને પૂરી જગન્નાથ ડિરેક્ટર અને કરન જોહર પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ananya panday, Koffee With Karan, Vijay Deverakonda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन