Vidya Sinha Birthday : 18 વર્ષે શરૂ કરેલા વિદ્યા સિન્હાના કરિયરથી લઈ મૃત્યું સુધીના ચર્ચાસ્પદ સફરની કહાની

વિદ્યા સિન્હા જન્મદિવસ

વિદ્યા સિન્હાનો જન્મ 15 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. તો વિદ્યા સિંહાનું 15 ઓગસ્ટ, 2019ના રોજ 72 વર્ષની વયે અવસાન થયું હતું.

  • Share this:
    મુંબઈ : બોલિવૂડ (Bollywood)ની સુંદર અભિનેત્રી (Actress) વિદ્યા સિન્હા નો 15 નવેમ્બરે જન્મદિવસ (Vidya Sinha Birthday) છે. તે હિન્દી સિનેમા (Hindi Cinema)ની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક હતી. વિદ્યા સિન્હાએ નાની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે ફિલ્મો (films) અને ટીવી સિરિયલો (TV Serials)માં પોતાના અભિનય (Acting)નું કૌશલ્ય દેખાડ્યું હતું. વિદ્યા સિન્હાએ તેની સમગ્ર કારકિર્દી (Career) દરમિયાન ઘણા પ્રખ્યાત અને દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું.

    વિદ્યા સિન્હા (Vidya Sinha)નો જન્મ 15 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે પોતાનું સંપૂર્ણ શિક્ષણ મુંબઈથી કર્યું. વિદ્યા સિન્હાએ માત્ર 18 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે મિસ બોમ્બેનો ખિતાબ પણ જીત્યો હતો. તે પછી તેણે ફિલ્મો તરફ વળવાનું નક્કી કર્યું. વિદ્યા સિન્હાએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત છોટુ બિહારીની ફિલ્મ 'રાજ કાકા'થી કરી હતી.

    આ પછી વિદ્યા સિન્હા બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી. તેણે 'રજનીગંધા', 'હવસ', 'છોટી સી બાત', 'મેરા જીવન', 'ઇન્કાર', 'જીવન મુક્ત', 'કિતાબ', 'પતિ પત્ની ઔર વો', 'તુમ્હારે લિયે', 'સબૂત' સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો અને મોટા પડદા પર અમીટ છાપ છોડી. તેમની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'નું ગીત 'ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએ' ખૂબ જ લોકપ્રિય થયું હતું.

    ફિલ્મો ઉપરાંત વિદ્યા સિન્હા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પણ હતી. તેણે ટીવી સીરિયલ 'કાવ્યાંજલિ', 'ઝારા', 'નીમ નીમ શહદ શહદ', 'કુબૂલ હૈ', 'ઈશ્ક કા રંગ સફેદ' અને 'ચંદ્ર નંદિની'માં કામ કર્યું હતું. વિદ્યા સિન્હા પણ પોતાની પર્સનલ લાઈફને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તેણે બે લગ્ન કર્યા હતા. વિદ્યા સિન્હાના પહેલા પતિનું નામ વેંકટેશ્વર ઐયર હતું. તે એક તમિલ બ્રાહ્મણ પરિવારના હતા. વિદ્યા અને વેંકટેશ્વરના લગ્ન 1968માં થયા હતા. આ પછી 1989માં જ્હાન્વી નામની છોકરીને દત્તક લીધી.

    આ પણ વાંચોમિથુન ચક્રવર્તી પાસે કેટલી છે સંપત્તિ? એક સમયે હતા ગરીબ, હવે છે 5 લક્ઝરી ફાઈવ સ્ટાર હોટલના માલિક

    વિદ્યાના પતિ વેંકટેશ્વર અય્યર ખૂબ જ બીમાર થઈ ગયા હતા અને વર્ષ 1996માં તેમનું અવસાન થયું હતું. પતિના મૃત્યુથી વિદ્યાને આઘાત લાગ્યો હતો. આ પછી વિદ્યા સિડની જતી રહી. ત્યાં તેઓ ઓસ્ટ્રેલિયન ડૉક્ટર નેતાજી ભીમરાવ સાલુંકેને મળ્યા. થોડા સમય પછી બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્ન પછી વિદ્યા ખૂબ જ પરેશાન થવા લાગી. 9 જાન્યુઆરી 2009ના રોજ તેણે નેતાજી ભીમરાવ પર શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. કેસ દાખલ કર્યા પછી તરત જ વિદ્યા અને નેતાજી ભીમરાવના છૂટાછેડા થઈ ગયા. વિદ્યા સિંહાનું 15 ઓગસ્ટ, 2019ના રોજ 72 વર્ષની વયે અવસાન થયું હતું.
    Published by:kiran mehta
    First published: