Home /News /entertainment /

શું તમને ખબર છે સાઉથની બોલ્ડ એક્ટ્રેસના જીવન પર બની હતી 'ધ ડર્ટી પિક્ચર'? ઓફર મળી તો વિદ્યા બાલન ડરી ગઈ

શું તમને ખબર છે સાઉથની બોલ્ડ એક્ટ્રેસના જીવન પર બની હતી 'ધ ડર્ટી પિક્ચર'? ઓફર મળી તો વિદ્યા બાલન ડરી ગઈ

'ધ ડર્ટી પિક્ચર - વિદ્યા બાલન અને ઈમરાન હાશમી

સાઉથની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતા (Silk Smitha)ની બાયોગ્રાફી પર આધારિત આ ફિલ્મ વિશે એવું કહેવાય છે કે, બોલ્ડ સીનને કારણે આ ફિલ્મ પર કુવૈતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

  10 Years Of The Dirty Picture: 10 વર્ષ પહેલા વિદ્યા બાલ (Vidya Balan)ને પડદા પર એટલી બોલ્ડનેસ દેખાડી કે તેના વિશે ફિલ્મમેકરનો અભિપ્રાય બદલાઈ ગયો. સાઉથની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતા (Silk Smitha)ની બાયોગ્રાફી પર આધારિત આ ફિલ્મ વિશે એવું કહેવાય છે કે, બોલ્ડ સીનને કારણે આ ફિલ્મ પર કુવૈતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિદ્યા અને નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સ્ટારર 'ધ ડર્ટી પિક્ચર' (the dirty picture) 2 ડિસેમ્બર 2011ના રોજ રિલીઝ થઈ હતી. બાલાજી મોશન પિક્ચર્સની ફિલ્મમાં તુષાર કપૂર (Tusshar kapoor), અંજુ મહેન્દ્રુ (Anju Mahendru) પણ હતા. આ ફિલ્મનો એક ડાયલોગ 'ફિલ્મ માત્ર ત્રણ ચીજોથી ચાલે છે.. એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ.. ઔર મેં એક એન્ટરટેઈનમેન્ટ હૂં' ખૂબ ફેમસ છે, પરંતુ આ રોલ કરતા વિદ્યાની હાલત ખરાબ થઈ ગઈ હતી.

  વિદ્યા બાલને સિલ્ક સ્મિતા (Silk Smitha)ની ભૂમિકા ભજવી હતી

  ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'માં દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પડદા પાછળની વાર્તા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલને સિલ્ક સ્મિતા (Silk Smitha)ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વિદ્યાની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. જોકે વિદ્યા એક અભિનેત્રી છે જેણે પોતાના ફિલ્મી જીવનમાં ઘણા પ્રયોગો કર્યા છે, પરંતુ આ ફિલ્મ કરવી તેના માટે આસાન ન હતું. તેના એક ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે 'ડર્ટી પિક્ચર' સૌથી મુશ્કેલ રોલ હતો. કારણ કે એક અભિનેત્રી તરીકે સિલ્ક અને મારામાં ઘણો તફાવત હતો. હું ડરી ગઈ હતી. મેં મારી જાતને કહ્યું હતું કે, જો તમે આ ભૂમિકા બિન્દાસ બની ન કરી શકો તો તે ન કરવું વધુ સારું છે. કારણ કે સિલ્ક ખૂબ જ સ્પષ્ટવક્તા અભિનેત્રી હતી. પણ ભગવાનનો આભાર કે મને આ રોલ માટે ઘણો પ્રેમ મળ્યો.

  ફિલ્મની ઓફર વિશે વિદ્યા બાલને કિસ્સો સંભળાવ્યો હતો

  વિદ્યા બાલને 'ધ અનુપમ ખેર શો'માં આ ફિલ્મની ઑફર સંબંધિત એક કિસ્સો સંભળાવ્યો હતો. વિદ્યાએ જણાવ્યું કે, ફિલ્મ 'પરિણીતા' પછી મિલન લુથરિયા મારી સાથે કામ કરવા ઈચ્છતા હતા. તે મારી પાસે આવ્યા અને કહ્યું કે ફિલ્મનું નામ 'ડર્ટી પિક્ચર' હશે. મને આશ્ચર્ય થયું, પછી તેમને પૂછ્યું કે તમે ખરેખર મારી સાથે આ ફિલ્મ કરવા માંગો છો. તેણે કહ્યું કે હા મને ખાતરી છે કે હું આ ફિલ્મ તમારી સાથે કરવા માંગુ છું. મેં પૂછ્યું મને કેમ? તો તેણે કહ્યું કે ફિલ્મ પૂરી થયા પછી જ કહીશ કે તું જ કેમ? હું સ્લીવલેસ પણ નથી પહેરતી અને ફિલ્મમાં સ્લીવ્ઝ પણ નહોતા.

  આ ફિલ્મ માટે હા કહેવામાં એક સમય લાગ્યો

  વિદ્યાને આ ફિલ્મ માટે હા કહેવા માટે લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. તેણે તેના માતા-પિતાની સલાહ પણ લીધી. તેને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ તેણે આ ફિલ્મ કરી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે વિદ્યાએ તેના બોલ્ડ એક્ટ્સ અને જોરદાર ડાયલોગ ડિલિવરીથી સિલ્વર સ્ક્રીન પર એવો જાદુ સર્જ્યો કે, દર્શકો તેના પાત્રને 10 વર્ષ પછી પણ ભૂલી શક્યા નહીં. ફિલ્મના 10 વર્ષ પૂરા થવા પર વિદ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો વીડિયો શેર કર્યો છે.

  વિદ્યા બાલન પહેલા આ રોલ કંગના રનૌતને ઓફર કરાયો હતો

  મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિદ્યા પહેલા મિલન લુથરિયાએ કંગના રનૌતને ઓફર કરી હતી. પરંતુ ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ કંગનાએ ના પાડી દીધી હતી. એક ઈન્ટરવ્યુમાં જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે, શું તેને આ ફિલ્મ ન કરવાનો અફસોસ છે, તો કંગનાએ કહ્યું, 'ખરેખર ના, મને લાગે છે કે હું આ ફિલ્મ વિદ્યા બાલન કરતાં વધુ સારી રીતે કરી શકી ન હોત, તેણે ખૂબ જ સારું કામ કર્યું'. કેટલીકવાર મને લાગે છે કે, હું આ ફિલ્મમાં તે સંભવિતતા જોઈ શકી ન હતી, જોકે મને તેનો ઇનકાર કરવાનો કોઈ અફસોસ નથી.

  આ પણ વાંચોPhotos: અમિતાભ બચ્ચન, સંજય દત્તથી લઈને આ અનેક બોલિવૂડની હસ્તીઓ, જેમણે પ્રવાસનને આપ્યું પ્રોત્સાહન

  લિજેન્ડરી એક્ટર નસીરુદ્દીન શાહ, ઈમરાન હાશ્મી અને તુષાર કપૂરે પણ ફિલ્મમાં સારું કામ કર્યું હતું. ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો પણ સુપરહિટ રહ્યા હતા. લોકો આજે પણ બપ્પી દાના ગીત 'ઓ લા લા...યુ લા લા' પર ડાન્સ કરે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Naseeruddin shah, Vidya balan

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन