ઐશ્વર્યા જેવી દેખાતી યુવતીએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, પ્રશંસકો પણ ચોંક્યા

ઐશ્વર્યા જેવી દેખાતી યુવતી અને ઐશ્વર્યા.

આજકાલ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) જેવી દેખાતી એક છોકરી (Aishwarya Lookalike)ના વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) દશકાઓથી લાખો લોકોનાં દિલ પર રાજ કરે છે. અનેક પ્રશંસકો તેણીની નકલ તો કરે છે પરંતુ તેની આસપાસ પણ નથી પહોંચી શકતા. આજકાલ આવી જ એક યુવતીએ ઇન્ટરનેટ પર ભારે ચાર્ચ જગાવી છે. આ યુવતીને લોકો ઐશ્વર્યાની હમશકલ (Aishwarya Rai Lookalike) ગણાવી રહ્યા છે. આ યુવતી ઐશ્વર્યાની સુપરહિટ સાઉથ સિનેમા ફિલ્મ Kandukondain Kandukondainના એક દ્રશ્યને ફરીથી ભજવતી નજરે પડી રહી છે. આ વીડિયો ઉપરાંત યુવતીના અન્ય અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી રહી છે.

  ઐશ્વર્યા રાય બચ્ચન જેવી લાગી રહેલી આ યુવતીએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દરેક લોકો તેના દેખાવ અને અભિયન જોઈને દંગ રહી જાય છે. અમુક લોકો આ યુવતીને દીપિકા અને ઐશ્વર્યાનું મિશ્રણ ગણાવી રહ્યા છે. અનેક લોકોએ મહિલાની ટેલેન્ડને જોઈને તેને ફિલ્મમાં નસીબ અજમાવવાની સલાહ આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવતી ઐશ્વર્યા રાયની ફિલ્મ Kandukondain Kandukondainનો એક સીન ભજવી રહી છે. આ મહિલાની આંખો અને ચહેરાના હાવભાવ બિલકુલ ઐશ્વર્યા જેવા જ છે. તમે પણ જુઓ વીડિયો-

  આ ઉપરાંત યુવતીની વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી પ્રસિદ્ધ મલયાલી ગીત પર ડાન્સ કરતી નજરે પડે છે. આ મહિલાનું નામ Ammuzz Amrutha હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  View this post on Instagram

  ❤️❤️❤️❤️


  A post shared by Ammuzz (@ammuzz_amrutha) on
  આ મહિલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી મળી છે કે તેણી ઐશ્વર્યા રાયની ફિલ્મો સાથે જોડાયેલા અનેક સીન રીક્રિએટ કરી ચૂકી છે. ફક્ત ફિલ્મના દ્રશ્યો જ નહીં પરંતુ તેણી ઐશ્વર્યા રાયના દેખાવની પણ નકલ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવતી કૉમેન્ટમાં લોકો તેને ઐશ્વર્યાની કૉપી કહી રહ્યા છે.
  View this post on Instagram

  On requestaiswaryahuge fan of her too


  A post shared by Ammuzz (@ammuzz_amrutha) on
  આ પહેલા એક મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી માનસી નાયકને પણ ઐશ્વર્યાની હમશકલ કહેવામાં આવતી હતી. માનસીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એકદમ ઐશ્વર્યા જેવી જ લાગી રહી હતી. માનસી ઐશ્વર્યાની સ્ટાઇલમાં અનેક ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: