Home /News /entertainment /સારી અલી ખાને વીડિયો શેર કરતા જ થયો વાયરલ, ચાહકો બોલ્યા- ‘કાલથી જિમ ચોક્કસ’
સારી અલી ખાને વીડિયો શેર કરતા જ થયો વાયરલ, ચાહકો બોલ્યા- ‘કાલથી જિમ ચોક્કસ’
સારી અની ખાનનો વીડિયો વાયરલ
Sara Ali Khan: સારા અલી ખાન ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે અને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેના જિમ વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે.
નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે. અત્યારે સારાના ચાહકો લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર તેના 41.3 મિલિયન ફોલોઅર્સ છે.
અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો
સારા અલી ખાન ફિટનેસને લઈને ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે અને તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેના જિમ વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. સારાએ તેનો આ વીડિયો શેર કરતાની સાથે જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. તે જ સમયે, ચાહકો પણ તેના આ વીડિયો પસંદ ખૂબ જ કરી રહ્યા છે.
ફેન્સ તેના વીડિયો પર કોમેન્ટ કરીને સતત તેની પ્રશંસા કરી રહ્યા છે. માત્ર એક કલાક પહેલા ઈન્સ્ટા પર શેર કરાયેલા આ વીડિયોને એક લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે ચાહકોના વીડિયો પર ટિપ્પણી કરતી વખતે તેઓ કહી રહ્યા છે કે તેઓ આવતીકાલથી ચોક્કસપણે જિમ જવાનું ચાલું કરી દેશે. તમને જણાવી દઈએ કે, ‘વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે.’
આ બંને કલાકારોના ચાહકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય સારા અલી ખાન ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળશે. તે પવન ક્રિપલાની દ્વારા દિગ્દર્શિત 'ગેસલાઇટ' ફિલ્મમાં પણ વિક્રાંત મેસી સાથે જોવા મળશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર