એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મુંબઇમાં બુધવારે રાત્રે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) અવૉર્ડ્સનું અનાઉન્સમેન્ટ કર્યું હતું. આ સમયે ઘણી બોલિવૂડ હસ્તીઓ ગ્રીન કાર્પેટ પર નજર આવી. સુપરસ્ટાર સલમાન ખાન પણ સ્ટાઇલિશ નેવી બ્લૂ સૂટમાં આવ્યો. પણ જેમ ફોટોગ્રાફરને પોઝ આપીને તે અંદર ગયો એક કુતરું તેની પાછળ પાછળ દોડ્યું. સોશિયલ મીડિયા પર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ આ વીડિયો પર ખૂબ બધી કમેન્ટ્સ કમેન્ટ કરી રહ્યાં છે.
એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, 'આ પણ છે..' અન્ય એકે કમેન્ટ કરી કે, 'કુતરાંને પણ બોલિવૂડની ઝગમગ પસંદ આવી ગઇ.. કુતરાં માટે હાડકાંની વ્યવસ્થા કરો ભાઇ..' એક યૂઝરે લખ્યું કે, આનું કનેક્શન સલમાનનાં હિટ ઍન્ડ રન કેસ સાથે જોડાયેલો તો નથી ને..
અન્ય એકે લખ્યું કે, 'પાછળ ચાલશે તો ગાડીની સામે નહીં આવી શકે.. સ્માર્ટ ડોગી..' અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, 'હવે આ જ જોવાનું બાકી હતું.' અન્ય એક યૂઝરે લખ્યું કે, 'બેક ટૂ બેક ફ્લોપ મૂવીઝથી આર્થિક નુક્સાન બાદ શેરાનું રિપ્લેસમેન્ટ'
સલમાન ખાનનાં વર્ક ફ્રન્ટી વાત કરીએ તો આગામી સમયમાં તેની 'દબંગ-3' આવી રહી છે જે 20 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. જેને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિન્હા, સુદીપ, પંકજ ત્રિપાઠી, અરબાઝ ખાન, માહી ગિલ, પ્રમોદ ખન્ના અને મહેશ માંજરેકર મહત્વનાં રોલમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર